Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દઢ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને દિવસે તમે નિર્દોષ માલૂમ પડો તે માટે ઈશ્વર તમને આખર સુધી નિભાવી રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દિવસે નિર્દોષ માલૂમ પડો, એ માટે તે તમને અંત સુધી દૃઢ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અંત સુધી હરહંમેશ ઈસુ તમને સક્ષમ રાખશે. તે તમને સુદઢ રાખશે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના દિવસે તમારામાં કોઈ ક્ષતિ ન રહે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:8
29 Iomraidhean Croise  

કેમ કે દુષ્ટોના ભુજ ભાંગી નાખવામાં આવશે; પણ યહોવા ન્યાયીઓને નિભાવશે.


કેમ કે યહોવા ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દતા નથી. તે તેઓનું સદા રક્ષણ કરે છે; પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે.


કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે; તેમ માણસના દીકરાનું પોતાના સમયમાં થશે.


જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.


તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.


હવે જે મર્મ સનાતન કાળથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ આ સમયમાં પ્રસિદ્ધ થયો છે, અને સર્વ પ્રજાઓ વિશ્વાસને આધીન થાય, એ માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી પ્રબોધકોના લેખોમાં તેમને જણાવવામાં આવ્યો છે,


કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે.


તો દરેકનું કામ [કેવું છે તે] પ્રગટ કરવામાં આવશે. કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે.


તમારે એવા માણસને દેહના નાશને માટે શેતાનને સોંપવો કે, જેથી પ્રભુ ઈસુના દિવસમાં [તેનો] આત્મા તારણ પામે.


કેમ કે તમે જે વાંચો છો અને માનો પણ છો, તે વિના બીજી કોઈ વાતો અમે તમારા પર લખતા નથી;


અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા, તેમ અંત સુધી પણ માનશો કે, જેમ પ્રભુ ઈસુના દિવસોમાં તમે અમારા [અભિમાનનું કારણ છો] તેમ [તે દિવસોમાં] અમે પણ તમારા અભિમાનનું કારણ છીએ, એવી હું આશા રાખું છું.


હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે તથા જેમણે અમને અભિષિક્ત કર્યા છે. તે ઈશ્વર છે;


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ.


જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.


જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ [કરીને] તેની રૂબરૂ રજૂ કરે.


અને તેમનામાં જડ નાખેલા તથા સ્થપાયેલા થઈને, તથા મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દઢ રહીને તેમની વધારે ને વધારે આભારસ્તુતિ કરો.


એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજૂરમાં, તે તમારાં હ્રદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દઢ કરે.


કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.


પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય, [એમ સમજીને] તમે કોઈ આત્મા, વચનથી કે, [જાણે] અમારા તરફથી [આવેલા] પત્રથી સહેજે તમારાં મનને ચલિત થવા ન દો, અને ગભરાઓ નહિ.


પણ પ્રભુ વિશ્વસનીય છે, તે તમને દઢ કરશે, ને દુષ્ટ [શેતાન] થી તમારું રક્ષણ કરશે.


એ કારણથી હું એ દુ:ખો સહન કરું છું. તોપણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.


(પ્રભુ કરે કે તે દિવસે તેમના તરફથી તેના પર કૃપા થાય); એફેસસમાં તેણે [મારી] કેટલી બધી સેવા બજાવી, એ તું સારી રીતે જાણે છે.


સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.


પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.


એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોઈને, તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan