Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની રાહ જુઓ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 આમ, તમારામાં એક પણ આત્મિક બક્ષિસની ઊણપ નથી અને હવે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની ઝંખના સેવી રહ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેથી તમે કોઈ પણ કૃપાદાનમાં અપૂર્ણ ન રહેતાં, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની રાહ જુઓ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની તમે પ્રતિજ્ઞા કરી રહ્યા છો, તે દરમ્યાન દેવના દરેક કૃપાદાન તમારી પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:7
25 Iomraidhean Croise  

ઓ યહોવા, મેં તારા તારણની વાટ જોઈ છે.


તો આકાશના રાજ્યને દશ કુમારિકાઓની ઉપમા આપવામાં આવશે જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવા માટે બહાર નીકળી.


અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે, તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને માટે દ્વાર ઉઘાડે, તેઓના જેવા તમે થાઓ.


જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.


કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે.


વળી તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની, રાહ જોતાં આપણે પોતના [મન] માં નિસાસા નાખીએ છીએ.


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


કેમ કે હું તમને ભારરૂપ થયો નહિ, એ સિવાય તેમ બીજી મંડળીઓ કરતાં કઈ બાબતમાં ઊતરતા હતા? મારો એટલો અપરાધ માફ કરો.


કેમ કે અમે આત્માદ્વારા વિશ્વાસથી ન્‍યાયીપણું [પામવાની] આશાની રાહ જોઈએ છીએ.


પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી પણ આપણે તારનારની, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, રાહ જોઈએ છીએ.


ખ્રિસ્ત જે આપણું જીવન છે, તે જ્યારે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો.


અને [ઈશ્વર] ના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી ઉઠાડયા, તેમની આકાશથી આવવાની રાહ જોવાને, તમે શી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વરની તરફ ફર્યા, એ [બધી વાતો લોકો] પોતે અમારા વિષે પ્રગટ કરે છે.


અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જવાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુ:ખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે.


હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને માત્ર મને નહિ, પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.


અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.


તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.


એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના‍ પ્રગટ થવાને સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.


પણ [એને બદલે] ખ્રિસ્તનાં દુ:ખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાઓ. જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો.


જ્યારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુગટ તમને મળશે.


ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્‍ત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી.


વહાલાંઓ, હાલ આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જયારે તે પ્રગટ થશે, ત્યારે તેમના જેવાં આપણે થઈશું. કેમ કે જેવા તે છે તેવા આપણે તેમને જોઈશું.


અને અનંતજીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની રાહ જોઈને, ઈશ્વરના પ્રેમમાં પોતાને સ્થિર રાખો.


Lean sinn:

Sanasan


Sanasan