Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 માટે, ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે, જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને [તેડવામાં આવ્યા] નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 ભાઈઓ, ઈશ્વરે તમને આપેલા આમંત્રણને ધ્યાનમાં રાખો. માનવી ધોરણો પ્રમાણે તમારામાંના ઘણા જ્ઞાની, શક્તિશાળી કે ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવતા નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ભાઈઓ, ઈશ્વરના તમારાં તેડાને લક્ષમાં રાખો કે, માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણાં જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 ભાઈઓ અને બહેનો, દેવે તમને પસંદ કર્યા. તેના વિષે વિચાર કરો! અને દુનિયા જે રીતે જ્ઞાનને મુલવે છે, તે રીતે તમારામાંના ઘણા જ્ઞાની ન હતા. તમારામાના ઘણાનો વિશિષ્ટ પ્રભાવ ન હતો. કે તમારામાંના ઘણા વિશિષ્ટ ખાનદાનમાંથી પણ આવતા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:26
24 Iomraidhean Croise  

અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું, ”ઇઝરાયલ દેશની જે છોકરી છે તેણે આમ આમ કહ્યું.”


તેથી માણસો તેમનો ડર રાખે છે; પોતાને જ્ઞાની માણારને તે ગણકારતા નથી.”


પણ હું તારામાં દુ:ખી તથા ગરીબ લોકોને રહેવા દઈશ, ને તેઓ યહોવાના નામ પર વિશ્વાસ રાખશે.


માટે, ઓ નેકનામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી બધી વાતોની શોધ ચોકસાઈથી કરીને તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો;


તે જ સમયે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યા, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તમારી સ્‍તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તમે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા, પિતા, કેમ કે એ તમને સારું લાગ્યું.


જે થયું તે હાકેમે જોયું ત્યારે તેણે પ્રભુ વિષેના બોધથી વિસ્મય પામીને વિશ્વાસ કર્યો.


[બેટનો] હાકેમ, સર્જિયસ પાઉલ જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે [હાકેમે] બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવીને ઈશ્વરનું વચન સાંભળવાની ઇચ્છા બતાવી.


પણ કેટલાક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો, તેઓમાં એરિયોપાગસનો સભ્ય દીઓનુસીઅસ તથા દામરિસ નામે એક સ્‍ત્રી, અને તેઓ સિવાય બીજા પણ હતા.


કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.


જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?


તે જ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ.


આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત.


સર્વ સંતો, વિશેષે જે કાઇસારના ઘરનાં છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે.


મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં?


પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકો પ્રતિ લખનાર વડીલ:


Lean sinn:

Sanasan


Sanasan