Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 1:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જ્ઞાની ક્યાં છે? શાસ્‍ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ત્યારે તત્ત્વચિંતક ક્યાં ગયા? નિયમશાસ્ત્રના વિદ્વાન કયાં ગયા? આ યુગના દલીલબાજોનું શું થયું? શું ઈશ્વરે દુન્યવી જ્ઞાનને મૂર્ખતારૂપ કર્યું નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદવિવાદ કરનાર ક્યાં છે? શું ઈશ્વરે જગતના ડહાપણને મૂર્ખતા ઠરાવી નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 1:20
28 Iomraidhean Croise  

કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”


તે સમયમાં અહિથોફેલ જે સલાહ આપતો, તે ઈશ્વરવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી જ [ગણાતી] હતી. દાઉદ તેમ જ આબ્શાલોમ એ બન્‍નેની નજરમાં અહિથોફેલની બધી સલાહ એવી જ હતી.


આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે.” કેમ કે યહોવા આબ્શાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું.


અને અહિથોફેલે જોયું કે, ‘મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ’ ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના ગધેડા પર જીન બાંધ્યું, ને તે ઊઠીને પોતાના નગરમાં પોતને ઘેર ગયો, ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો. અને તેને તેના પિતાની કબરમાં દાટવામાં આવ્યો.


તે રાજમંત્રીઓ [ની બુદ્ધિ] લૂંટી લે છે, અને ન્યાયાધીશોને મૂર્ખો બનાવે છે.


વક્તાઓની વાચા લઈ લે છે, અને વડીલોની બુદ્ધિ હરી લે છે.


તે પૃથ્વીના લોકોના આગેવાનોને નાહિમ્મત કરે છે, અને તેઓને માર્ગ વગરના અરણ્યમાં ભટકાવે છે.


તારા હ્રદયમાં વિતી ગયેલા ભય વિષે વિચાર જ આવશે; “ [ખંડણી] ગણી લેનાર ક્યાં છે? તોળનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?


તે દંભીઓનાં ચિહ્નોને ખોટાં ઠરાવે છે, ને શકુન જોનારાઓને તે બેવકૂફ બનાવે છે; તે જ્ઞાનીઓને ઊંધા કરી નાખે છે, ને તેમની વિદ્યાને તે મૂર્ખાઈ ઠરાવે છે;


આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે?


હે સર્વ પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ બીએ? કેમ કે તે [રાજ્ય] તમારું છે! અને વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં, ને તેઓનાં સર્વ રાજ્યોમાં તમારા જેવો કોઈ નથી.


અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.


હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.


ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહેવા માગે છે?” બીજા કેટલાકે કહ્યું, “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.” કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [ની વાત] પ્રગટ કરતો હતો.


કેમ કે તેમના અદશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.


અમે જ્ઞાની છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ બન્યા.


કેમ કે લખેલું છે, “હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ.”


માટે, ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે, જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને [તેડવામાં આવ્યા] નથી.


પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવા માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવવા માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે.


અને જેઓ [મોટા મનાય] છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કંઈ [વિસાતમાં] નથી તેઓને પસંદ કર્યા છે.


પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.


પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ;


આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે [જ્ઞાન] ની ખબર નથી; કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત.


કોઈ પોતાને ન ભુલાવે, જો આ સમયમાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની ધારતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું.


કેમ કે આ જગતનું ન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે, “તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે;”


સંતો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? જો તમે જગતનો ન્યાય કરશો, તો શું તમે તદ્દન નજીવી તકરારોનો ચુકાદો કરવાને લાયક નથી?


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan