Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 6:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તેને જમણે હાથે ઊભો રહેનાર તેનો ભાઈ આસાફ, એ આસાફ બેરેખ્યાનો પુત્ર, ને એ શિમઆનો પુત્ર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 ગેર્શોનનું ગોત્ર: બીજું ગાયકવૃંદ જમણી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન આસાફ હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: આસાફ, બેરેખ્યા, શિમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 હેમાનનો મદદનીશ, અને સાથીદાર આસાફ હતો, તે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફના પૂર્વજો: તેનો બેરેખ્યાનો પુત્ર, તેનો શિમઆનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 6:39
33 Iomraidhean Croise  

પછી યહોવાનું સ્તવન કરવાનો વિધિ તે દિવસે પહેલવહેલાં આસાફ તથા તેના ભાઈઓની મારફતે દાઉદે શરૂ કર્યો.


વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી;


ઝાક્કૂર, યૂસફ, નથાન્યા તથા અશારેલા, એ આસાફના પુત્રો:આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે એ હતા.


દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ નીચે પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં:આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા.


અને એ યિસ્હારનો પુત્ર, ને એ કહાથનો પુત્ર, ને એ લેવીનો પુત્ર, ને એ ઇઝરાયલનો પુત્ર.


અને એ મિખાએલનો પુત્ર, ને એ બાસેયાનો પુત્ર, ને એ માલ્કિયાનો પુત્ર.


ત્યારે આસાફના કુટુંબનો લેવી યાહઝીએલ કે, જે માત્તાન્યાના પુત્ર યેઈએલના પુત્ર બનાયાના પુત્ર ઝખાર્યાનો પુત્ર હતો; તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો.


અલીસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઉએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;


વળી હિઝકિયા રાજાએ તથા સરદારોએ દાઉદે તથા દષ્ટા આસાફે રચેલા ગીત ના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું, ને તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


દાઉદ આસાફ તથા હેમાન તથા રાજાના દષ્ટા યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના પુત્રો, એટલે ગવૈયાઓ, પોતપોતાની જગાએ ઊભા હતા. દ્વારપાળો પ્રત્યેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાના સેવાસ્થાનથી ખસવાની જરૂર નહોતી, કેમ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.


વળી સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન, તથા તેઓના પુત્રો અને તેઓના ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વે ઊભા હતા, તથા તેઓની સાથે એકસો વીસ યાજકો પણ રણશિંગડાં વગાડતા હતા.)


ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અઠ્ઠાવીસ.


જ્યારે બાધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો, ત્યારે, યહોવાની સ્તુતિ કરવાને તેઓએ ઇઝરાયલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણશિંગડા આપીને, તથા આસાફના લેવીપુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા.


અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો; તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુ્ત્ર આબ્દા હતો.


યરુશાલેમના લેવીઓનો ઉપરી પણ, ઈશ્વરના મંદિરના કામ પર, આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝ્ઝી હતો.


તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશિંગડાં લઈને ચાલ્યા; આસાફના પુત્ર ઝાક્કૂરના પુત્ર મીખાયાના પુત્ર માત્તાન્યાના પુત્ર શમાયાના પુત્ર યોનાથાનનો પુત્ર ઝખાર્યા,


કેમ કે પુરાતન કાળમાં દાઉદના સમયમાં આસાફ મુખ્ય ગવૈયો હતો, વળી ઈશ્વરના સ્તવનનાં તથા આભારસ્તુતિનાં ગીતો પણ હતાં. P


ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અડતાળીસ.


ઈશ્વર, હા, ઈશ્વર યહોવા બોલ્યા છે, તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.


ઇઝરાયલ કે, જેઓનાં હ્રદય શુદ્ધ છે, તેમના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે?


હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; આભાર માનીએ છીએ, કેમ કે તમારું નામ સંનિધ છે; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.


યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.


હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ; મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ, અને તે મને કાન ધરશે.


હે મારા લોકો, મારો નિયમ સાંભળો; મારા મુખના શબ્દો પર તમારા કાન ધરો.


હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.


હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.


ઈશ્વર જે આપણું સામર્થ્ય છે તેમની આગળ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વરની આગળ હર્ષનાદ કરો.


દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.


હે ઈશ્વર, તમે છાના ન રહો; હે ઈશ્વર, તમે ચૂપ તથા શાંત ન રહો.


અને કહાથીઓનાં કુટુંબોને માટે ભાગ નીકળ્યો; અને લેવીઓમાંના હારુન યાજકના દીકરાઓને ભાગે યહૂદાના કુળમાંથી ને શિમયોનના કુળમાંથી ને બિન્યામીનના કુળમાંથી તેર નગરો આવ્યાં.


અને તેઓએ યહૂદાપુત્રોના કુળમાંથી ને શિમયોનપુત્રોના કુળમાંથી આ નગરો, જેઓનાં નામો ઉપર કહેલાં છે, તે આપ્યાં;


Lean sinn:

Sanasan


Sanasan