Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 5:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તેઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતિ કરી, ને તેમણે તેઓની વિનંતી માન્ય કરી; કારણ કે તેઓ તેમના પર ભરોસો રાખતા હતા. તેથી તેઓની વિરુદ્ધ તેઓને ઈશ્વરની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા તેઓ તેઓથી હારી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તેમણે પોતાનો ભરોસો ઈશ્વરમાં મૂકીને તેમને સહાયને માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને હાગ્રીઓ તથા તેમનાં મિત્ર રાજ્યો પર વિજય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ઇઝરાયલીઓને તેઓ વિરુદ્ધ ઈશ્વર તરફથી સહાય મળી. આ પ્રમાણે હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ હારી ગયા. કેમ કે ઇઝરાયલીઓએ યુદ્ધમાં ઈશ્વરને વિનંતી કરી અને તેમણે તેઓની વિનંતી માન્ય કરી, કારણ કે તેઓએ ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તેઓએ યુદ્ધમાં દેવને વિનંતી કરી; કારણ કે તેઓ તેમના પર શ્રદ્ધા રાખતા હતા; તેથી તેઓની વિરૂદ્ધ તેઓને દેવની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ તેઓથી હારી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 5:20
35 Iomraidhean Croise  

અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.


ગાદને એક ટુકડી દબાણ કરશે; તોપણ તે તેમની એડી દબાવશે.


અને રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે એમ થયું કે તેઓએ કહ્યું, ”નક્કી એ ઇઝરાયલનો રાજા છે.” એટલે તેઓ તેની સાથે યુદ્ધ કરવા માટે વળ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી.


તેઓ એ લોકોના ઢોર, એટલે પચાસ હજાર ઊંટ, બે લાખ પચાસ હજાર ઘેટાં, હે હજાર ગધેડાં, અને એક લાખ માણસો લઈ ગયા.


તેઓમાંના ઘણાખરા તો કતલ થઈ ગયા હતા, કેમ કે તે યુદ્ધ ઈશ્વરનું હતું તેઓ એમની જગાએ બંદીવાસ થતાં સુધી વસ્યા.


એ પ્રમાણે તે સમયે ઇઝરાયલીઓ હારી ગયા, ને યહૂદાનું સૈન્ય જય પામ્યું, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો હતો.


રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યું કે, એ ઇઝરાયલનો રાજા છે; માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને સહાય કરી. અને ઈશ્વરે તેઓના મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યા.


હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે આ મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.”


ઈશ્વરે પલિસ્તીઓની, તથા જે આરબો ગૂર-બાલમાં વસતા હતા તેઓની તથા મેઉનીઓની વિરુદ્ધ તેને સહાય કરી.


તેણે એની પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની આજીજી માન્ય કરીને તેની વિનંતી સાંભળી, અને તેને યરુશાલેમમાં તેના રાજ્યમાં પાછો લાવ્યા. આથી મનાશ્શાએ જાણ્યું કે યહોવા તે જ ઈશ્વર છે.


માટે અમે ઉપવાસ કરીને ઈશ્વરને વિનંતી કરી. તેમણે અમારા કાલાવાલા સાંભળ્યા.


પણ યહોવા ન્યાયીઓનું તારણ કરે છે; સંકટને સમયે તે તેઓનો કિલ્લો છે.


યહોવા તેમને મદદ કરે છે, અને તેમને છોડાવે છે; તે તેઓને દુષ્ટોથી છોડાવે છે, અને તેમને તારે છે, કારણ કે તેઓએ તેમનો આશરો લીધો છે.


ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.


તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી.


અને મૂસા પોતાના હાથ ઊંચો કરતો, ત્યારે ઇઝરાયલ જીત પામતો. અને તે પોતાના હાથ નીચો કરતો, ત્યારે અમાલેક જીત પામતો.


માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.


કેમ કે હું તને ખચીત બચાવીશ, ને તું તરવારથી મરશે નહિ, ને તારો જીવ તને લૂંટ દાખળ થશે, કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે, એવું યહોવા કહે છે.”


ત્યારે રાજાને અતિશય હર્ષ થયો, ને તેણે હુકમ કર્યો, “દાનિયેલને બિલમાંથી બહાર કાઢો.” તેથી દાનિયેલને બિલમાંથી બહાર કાઢવામાં આવ્યો, તેના અંગ પર કોઈ પણ પ્રકારની ઇજા [નાં ચિહ્‍ન] માલૂમ પડ્યાં નહિ, કેમ કે તેણે પોતાના ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો.


યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.


જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને માટે થઈએ.


તે દિવસેના જેવો એક પણ દિવસ તેની આગળ કે તેની પાછળ થયો નથી, કે [જ્યારે] યહોવાએ માણસની વાણી સાંભળી હોય; કેમકે ઇઝરાયલને માટે યહોવા લડ્યા.


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


તમારામાંનો એક માણસ હજારને નસાડતો; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તમને જેમ કહ્યું તેમ તે પોતે તમારે માટે યુદ્ધ કરે છે.


અને શાઉલે દાઉદને જોવા માટે એમ કહીને માણસ મોકલ્યા, “તેને પલંગમાં [સૂતેલો] મારી પાસે ઊંચકી લાવો, કે હું તેને મારી નાખું.”


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan