Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 29:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી તે પવિત્ર મંદિરને માટે જે બધું મેં તૈયાર કર્યુ છે તે ઉપરાંત, મારા ઈશ્વરના મંદિર પર મારો પ્રેમ હોવાથી મારી પાસે મારો પોતાનો સોનારૂપાનો ભંડાર છે તે હું મારા ઈશ્વરના મંદિરને માટે આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 વળી, એ સર્વ ઉપરાંત મારા ઈશ્વરના મંદિર પ્રત્યેના મારા પ્રેમને લીધે મેં મારી અંગત સંપત્તિમાંથી સોનુંચાંદી આપ્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારો ફાળો આપવા ઉપરાંત મારા ભંડારમાં જે કાઇં સોનું અને ચાંદી છે તે બધું હું મારા દેવના મંદિર માટે આપી દઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 29:3
14 Iomraidhean Croise  

યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા, જે ચલણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે, તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલી જકાત, તથા જે પૈસા યહોવાના ઘરમાં લાવવાનું હરકોઈને મન થાય તે બધા પૈસા,


દાઉદ રાજાએ ઓર્નાનને કહ્યું, “ના; પણ હું તો તેની પૂરેપૂરી કિંમત આપીને જ તે લઈશ; કેમ કે જે તારું છે તે હું યહોવાને માટે ફોકટ નહિ લઉં, તેમ જ મફત મળેલું દહનીયાર્પણ નહિ ચઢાવું.”


હવે મેં મારા સંપૂર્ણ બળથી મારા ઈશ્વરના મંદિરને માટે સોના [ની વસ્તુઓ] ને માટે સોનું, રૂપા [ની વસ્તુઓ] ને માટે રૂપું, પિત્તળ [ની વસ્તુઓ] ને માટે પિત્તળ, લોઢા [ની વસ્તુઓ] ને માટે લોઢું તથા લાકડાં [ની વસ્તુઓ] ને માટે લાક્કડ, તેમ જ ગોમેદ મણિ તથા જડાવકામને માટે તથા ચિત્રવિચિત્ર કામને માટે તરેહ તરેહના રંગનાં, અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન જવાહિરો તથા સંગેમરમરના પુસ્કળ પાષાણો તૈયાર કર્યા છે.


એટલે મંદિરને લગતી ઈમારતોની ભીંતોને મઢવા માટે ઓફીરના સોનામાંથી ત્રણ હજાર તાલંત સોનું, તથા સાત હજાર તાલંત ચોખ્ખું રૂપું;


હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.


યહોવા પાસે મેં એક વરદાન માગ્યું છે, કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસસ્થાન થાય, જેથી તેમના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.


હે સૈન્યોના યહોવા, તમારા માંડવા કેવા રમણીય છે!


કેમ કે હજાર દિવસ કરતાં તમારાં આંગણાંમાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાનાં તંબુઓમાં રહેવું, તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે.


“ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારે માટે દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોંસ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો.


કેમ કે તે આપણા લોકો પર પ્રેમ રાખે છે; વળી તેણે [પોતાને ખરચે] આપણું સભાસ્થાન બંધાવ્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan