Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 29:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મારા પુત્ર સુલેમાનને એવું અંત:કરણ આપો કે તે તમારી આજ્ઞાઓ, તમારા નિયમો તથા તમારા વિધિઓ પાળે તથા આ બધાં કામ કરે અને જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે તે બાંધે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 મારા પુત્ર શલોમોનને પણ પૂરા દિલની એવી નિષ્ઠા આપો કે તે તમારી આજ્ઞાઓ, આદેશો અને વિધિઓનું પાલન કરે અને જે મંદિર બાંધવા મેં આ તૈયારીઓ કરી છે તે બાંધે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરે અને આ બધાં કામો કરે. જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે મહેલ પણ તે બાંધે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મારા પુત્ર સુલેમાનને સંપૂર્ણ સમર્પિત હૃદય આપો જેથી તે તમારી બધી જ આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું નિષ્ઠાપૂર્વક અનુસરણ કરે, અને જેને માટે મેં આ બધી તૈયારી કરી છે તે મંદિર બાંધે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 29:19
12 Iomraidhean Croise  

વળી જે વિધિઓ, કાનૂનો નિયમ તથા આજ્ઞા તેમણે તમારે માટે લખ્યાં, તે પાળીને તેનો અમલ તમારે સર્વકાળ કરવો. અને તમારે અન્ય દેવોની બીક રાખવી નહિ.


જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને માટે એક લાખ તાલંત સોનું તથા દશ લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડાં તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યાં છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


હે અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા લોકના અંત:કરણ તથા વિચારો સર્વકાળ એવાં જ રાખો, ને તમારી તરફ તેઓનાં અંત:કરણ વાળો


તો તમારા રહેઠાણ આકાશમાંથી તમે તે સાંભળીને ક્ષમા કરજો, ને દરેક માણસનું અંત:કરણ તમે જાણો છો માટે તેને તેની સર્વ કરણી પ્રમાણે ફળ આપજો. (કેમ કે તમે, કેવળ તમે જ, સર્વ મનુષ્યોના અંત:કરણ જાણો છો.)


મારું હ્રદય તમારા વિધિઓ વિષે પૂર્ણ થાય કે, મારે લજવાવું ન પડે. કાફ


હે ઈશ્વર, ઇનસાફ કરવાનો તમારો અધિકાર તમે રાજાને આપો, અને રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.


તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય, અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.


“હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી સમક્ષ ચાલ્યો છું, ને તમારી દષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે, એનું સ્મરણ કરો.” પછી હિઝકિયા બહુ રડયો.


યહોવા કહે છે, “જુઓ, હું યાકૂબના તંબુઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ને તેનાં ઘરો પર દયા કરીશ. અને નગર પોતાની ટેકરી પર બંધાશે, ને રાજમહેલ [માં રજવાડા] ની રીત પ્રમાણે લોકો વસશે.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


Lean sinn:

Sanasan


Sanasan