Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 29:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હે અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા લોકના અંત:કરણ તથા વિચારો સર્વકાળ એવાં જ રાખો, ને તમારી તરફ તેઓનાં અંત:કરણ વાળો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 હે પ્રભુ, અમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર, તમારા લોકના હૃદયમાં સદાયે એવી ઉત્કટ ભક્તિભાવના રાખો અને તેમને તમારા પ્રત્યે વિશ્વાસુ રાખો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હે યહોવાહ, અમારા પિતૃઓ, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયલના પ્રભુ, તમારા લોકોનાં હૃદય અને વિચારો સદા એવા જ રાખો અને તેમના હૃદયને તમારી તરફ વાળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હે યહોવા અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને ઇસ્રાએલના દેવ, તમારા લોકોનાં હૃદયમાં આવી ભકિત સદા ઢ રાખો અને તેમના હૃદયને તમારા પ્રત્યે સમર્પિત રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 29:18
23 Iomraidhean Croise  

અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.


મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


મારા પુત્ર સુલેમાનને એવું અંત:કરણ આપો કે તે તમારી આજ્ઞાઓ, તમારા નિયમો તથા તમારા વિધિઓ પાળે તથા આ બધાં કામ કરે અને જે મહેલને માટે મેં તૈયારી કરી છે તે તે બાંધે.”


માટે સંદેશિયાઓ રાજાના તથા તેના સરદારોના પત્રો લઈને આખા ઇઝરાયલ તથા યહૂદિયામાં ફર્યા, ને રાજાની આજ્ઞા પ્રમાણે કહ્યું, “હે ઇઝરાયલી લોકો, તમો ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાની તરફ પાછા ફરો કે, તમારામાંના બાકી રહેલા જેઓ આશૂરના રાજાઓના હાથમાંથૌ બચી ગયા છે, તેઓની પાસે તે પાછા આવે.


યહોવા, તમે નમ્રની અભિલાષા માન્ય કરી છે; તમે તેઓનાં હ્રદયોને તૈયાર કરશો, તમે કાન ધરશો;


હું બે મોઢાંવાળાઓને ધિક્કારું છું; પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.


હે યહોવા, મેં તમારા તારણની આશા રાખી છે, કેમ કે મેં તમારી આજ્ઞાઓ પાળી છે.


હે ઈશ્વર, મારામાં શુદ્ધ હ્રદય ઉત્પન્ન કરો; અને મારા આત્માને નવો અને દઢ કરો.


અને ઈશ્વરે મૂસાને એમ પણ કહ્યું, “ઇઝરાયલીઓને કહે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.’


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


એ માટે કે તેઓ એવો વિશ્વાસ કરે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”


હે યહોવા, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી. પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.


તેઓ પોતાના પુત્રોના હિતને માટે મારો ડર સર્વકાળ રાખે, તે માટે હું તેઓને એક જ હ્રદય આપીશ, તથ એક જ માર્ગમાં તેમને ચલાવીશ.


કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’ તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે.”


ઇબ્રાહિમના, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેને તમે પકડાવ્યા, અને પિલાતે તેમને છોડી મૂકવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેમનો નકાર કર્યો.


અને તારા હ્રદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે.


અરે, જો આ લોકોનું હ્રદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારું! કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!


જેમણે તમારામાં સારા કામનો આરંભ કર્યો તે, ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી, તેને સંપૂર્ણ કરતા જશે, એવો મને ભરોસો છે.


હવે ઈશ્વર આપણા પિતા પોતે તથા આપણા પ્રભુ ઈસુ તમારી પાસે આવવાનો અમારો રસ્તો પાધરો કરો.


તે તમને દરેક સારા કામમાં એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઇચ્છા પ્રમાણે [સર્વ] કરો, અને તેમની દષ્ટિમાં જે સંતોષકારક છે, તે તે ઈસુ ખ્રિસ્તદ્વારા આપણી પાસે કરાવે. તેમને સદાસર્વકાળ ગૌરવ હો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan