Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 29:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજીખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ? [અમારી પાસે જે કંઈ છે તે] સર્વ તમારી પાસેથી મળેલું છે, ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 “છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ આ પ્રમાણે દાન કરનાર હું કે મારી પ્રજા કોણ? કારણકે સર્વસ્વ તમારું જ છે. અને તમારા તરફથી જ મળેલું છે જે અમે તમને આપીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 29:14
24 Iomraidhean Croise  

અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”


જે સર્વ સત્યતા તમે તમારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી; કેમ કે કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઊતર્યો હતો. અને હવે મારે બે ટોળાં થયાં છે.


ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો; અને તેણે કહ્યું, “હે પ્રભુ યહોવા, હું કોણ, તથા મારું કુટુંબ કોણ કે, આટલે સુધી તમે મને લાવ્યા છો?


પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો. તેણે કહ્યું, “હે યહોવા ઈશ્વર, હું કોણ, ને મારું કુટુંબ કોણ કે, તમે મને આટલે સુધી લાવ્યા છો?


માટે, હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, ને તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ.


અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.


હે અમારા ઈશ્વર યહોવા, આ જે સરંજામ અમે તમારા પવિત્ર નામને માટે તમારું મંદિર બાંધવાને તૈયાર કર્યો છે, તે સર્વ તમારી તરફથી મળેલો છે, ને એ બધું તમારું પોતાનું છે.


તેઓએ રાજીખુશીથી તે અર્પ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી તે અર્પણ કર્યા હતાં; અને દાઉદ રાજા પણ બહું હરખાયો.


જે મંદિર હું બાંધું છું તે મોટું છે, કેમ કે સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે.


હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


અને મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી કાઢી લાવું?”


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.”


કેમ કે તેમનામાંથી, તથા તેમના વડે, તથા તેમને અર્થે, સર્વસ્વ છે, તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે [દર] અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે [કંઈક] રાખી મૂકવું.


કોઈ પણ બાબત [નો નિર્ણય] અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે.


અને તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે અઠવાડીયાનું પર્વ પાળ, અને યહોવા તારા ઈશ્વરે આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારા હાથના ઐચ્છિકાર્પણની ભેટ તું તેમને આપ.


પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ પ્રમાણે, એટલે જે આશીર્વાદ યહોવા તારા ઈશ્વરે તને આપ્યો છે, તેના પ્રમાણમાં આપે.


કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદાસર્વકાળ જીવંત છે તેમની આરાધના કરશે, ને રાજ્યાસન આગળ પોતાના મુગટ નાખી દઈને કહેશે,


Lean sinn:

Sanasan


Sanasan