Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 28:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તો પણ ઇઝરાયલના ઈશ્વર યહોવાએ મારા પિતાના આખા કુટુંબમાંથી મને ઇઝરાયલ પર સર્વકાળ રાજા થવા માટે પસંદ કર્યો છે; કેમ કે અધિકારી થવા માટે તેણે યહૂદાને પસંદ કર્યો છે. અને યહૂદાના કૂળમાંથી મારા પિતાના કુટુંબને [પસંદ કર્યું છે] અને મારા પિતાના પુત્રોમાંથી મારા પર પ્રસન્ન થઈને સર્વ ઇઝરાયલ પર મને રાજા કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને અને મારા વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવાને પસંદ કર્યા છે. તેમણે રાજસત્તા આપવા માટે યહૂદાના કુળને પસંદ કર્યું, અને યહૂદાના કુળમાંથી તેમણે મારા પિતાના કુટુંબને પસંદ કર્યું. એ આખા કુટુંબમાંથી મને પસંદ કરીને સમગ્ર ઇઝરાયલ પર રાજા બનાવવાનું તેમને પસંદ પડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમ છતાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મારા પિતાના આખા કુટુંબમાંથી ઇઝરાયલ પર રાજા થવા માટે મને પસંદ કર્યો છે. યહૂદાના કુળમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યું છે અને તેઓ મારા પર એટલા બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને પસંદ કરીને આખા ઇઝરાયલનો રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “તેમ છતાં ઇસ્રાએલના યહોવા દેવે મારા પિતાના કુલસમૂહમાંથી ઇસ્રાએલ પર રાજ્ય કરવા માટે મને સહાય માટે પસંદ કર્યો, કારણ, તેણે રાજકર્તા વંશ તરીકે યહૂદાના કુલસમૂહને પસંદ કર્યો અને તે યહૂદાનાં કુલસમૂહમાંથી મારા પિતાના કુટુંબને પસંદ કર્યુ. અને તેઓ મારા એટલાં બધાં કૃપાળુ હતા કે પિતાના પુત્રોમાંથી તેમણે મને સમગ્ર ઇસ્રાએલનો રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 28:4
18 Iomraidhean Croise  

તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલકરાર કર્યાં; અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો.


હે યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છો તે સર્વકાળને માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો.


તમારા સેવકનું કુટુંબ તમારી આગળ સર્વકાળ કાયમ રહે, તે માટે તેને આશીર્વાદ આપવાનું તમને સારું લાગ્યું. હે યહોવા, તમે તેને આશીર્વાદ આપ્યો છે, ને તે સદાને માટે આશીર્વાદિત થયું છે.”


કેમ કે યહૂદા પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો, ને તેના વંશમાં સરદાર ઉત્પન્‍ન થયો. પણ જ્યેષ્ઠપણાનો હક તો યૂસફનો જ હતો.)


પણ મારું નામ રહેવા માટે યરુશાલેમને મેં પસંદ કર્યું છે. અને મારા ઇઝરાયલ લોકનો ઉપરી થવા માટે દાઉદને મેં પસંદ કર્યો છે.


ગિલ્યાદ મારું છે; મનાશ્શા પણ મારું છે; એફ્રાઈમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.


વળી તે મને ખુલ્લી જગામાં કાઢી લાવ્યા; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.


ગિલ્યાદ મારું છે, મનાશ્શા પણ મારું છે; વળી એફ્રાઈમ મારા માથાનો ટોપ છે; યહુદિયા મારો રાજદંડ છે.


‘તારા સંતાનને હું સદા કાયમ રાખીશ, અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.’”


કેમ કે સર્વ જાણે છે કે, યહૂદા [ના કુળ] માં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી.


અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.”


ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ અરણ્ય સામેના હખીલા પર્વતમાં સંતાઈ રહ્યો નથી?”


Lean sinn:

Sanasan


Sanasan