૧ કાળવૃત્તાંત 28:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોશને માટે, તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે, વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઈને સંબોધન કર્યુ, “મારા ભાઈઓ અને મારા પ્રજાજનો, મારી વાત સાંભળો. યહોવાહના કરારકોશને માટે તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે વિશ્રાંતિનું ભક્તિસ્થાન બાંધવાનું મારા મનમાં હતું અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઇને સંબોધન કરતાં કહ્યું, “મારા ભાઇઓ, અને મારાં પ્રજાજનો, મારી વાત સાંભળો, મારો વિચાર આપણા દેવ યહોવાના કરારકોશ માટે એક વિશ્રાંતિનું મંદિર બાંધવાનો હતો, જે આપણા દેવ માટે પાયાસન જેવું બનશે. અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી; Faic an caibideil |
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ તો મારા તખ્તનું સ્થાન તથા મારા પગનાં તળિયાંનું સ્થાન છે, તેમાં હું ઇઝરાયલી લોકો મધ્યે સદાકાળ રહીશ; અને ઇઝરાયલ લોકો ફરીથી કદી પણ મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ, ને તેઓ તથા તેઓના રાજાઓ પોતાના વ્યભિચારથી, તથા પોતાના રાજાઓ મરે ત્યારે તેઓનાં મુડદાંથી ભ્રષ્ટ કરશે નહિ.