Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 27:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેશ નિમાયેલો હતો. સીમમાંના, નગરોમાંના, ગામોમાંના તથા કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝઝિયાનો પુત્ર યહોનાથાન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25-31 રાજ્યની મિલક્ત પર નિમાયેલા વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રાજ્યના ભંડારો પર અદિયેલનો પુત્ર અઝમાવેથ વહીવટદાર હતો. સીમ, ગામ અને કિલ્લાના સ્થાનિક ભંડારો પર ઉઝિયાનો પુત્ર યોનાથાન હતો. ખેતમજૂરો પર કલુબનો પુત્ર એઝરી હતો. દ્રાક્ષાવાડીઓ પર સમા નગરનો શિમઈ હતો. દ્રાક્ષારસ અને દ્રાક્ષપેદાશના કોઠારો પર શેફામનો ઝાલ્દી હતો. પશ્ર્વિમની ટેકરીઓ પર ઓલિવ અને ગુલ્લરનાં વૃક્ષો માટે ગેદેર નગરનો બાલ-હનાન હતો. ઓલિવ તેલ ભંડારો પર યોઆશ હતો. શારોનના મેદાનનાં પશુધન માટે શારોનનો શિર્ના હતો. ખીણપ્રદેશના પશુધન માટે આદલાઈનો પુત્ર શાફાટ હતો. ઊંટો માટે ઓબિલ ઈશ્માએલી હતો. ગધેડાં માટે મહેનોથનો યહેદિયા હતો. ઘેટાંબકરાં માટે યાઝીઝ હાગ્રી હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અદીયેલનો પુત્ર અઝમાવેથ રાજાનો કોઠાર સંભાળતો હતો. ઉઝિઝયાનો પુત્ર યોનાથાન જિલ્લાનાં નગરોના, ગામડાંના અને કિલ્લાઓના ભંડાર સંભાળતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 27:25
11 Iomraidhean Croise  

અને મિસર દેશમાં જે સાત વર્ષ થયાં તેઓનું બધું અનાજ તેણે એકઠું કર્યું, ને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું.


અબી-આલ્બોન આર્બાથી, આઝમાવેથ બાહુરીમી;


જે બધું રૂપું યહોવાના મંદિરમાંથી તથા રાજાના મહેલના ભંડારમાંથી મળ્યું, તે હિઝકિયાએ [તેને] આપ્યું.


સરુયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહિ, [ગણતરી કરવા] ને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃતાંતની તવારીખમાં એ ગણતરી નોંધવામાં આવી નથી


ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝી હતો.


દાઉદે ઇઝરાયલના સર્વ સરદારોને, કુળોના સરદારોને તથા વારા પ્રમાણે રાજાની સેવા કરનાર ટોળીઓના ઉપરીઓને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, રાજાના ને તેના પુત્રોના બધા દ્રવ્ય તથા સંપત્તિ પરના કારભારીઓને, અમલદારો તથા પરાક્રમી પુરુષોને, એટલે બધા શૂરવીરોને યરુશાલેમમાં એકત્ર કર્યાં.


ત્યારે પિતૃઓનાં [કુટુંબોના] સરદારોએ, ઇઝરાયલનાં કુળોના સરદારોએ એટલે સહસ્રાધિપતિઓએ, સત્તાધિપતિઓએ, તથા રાજાના કામ પરના મુકાદમોએ રાજીખુશીથી અર્પણ કર્યાં.


ત્યારે આસાએ યહોવાના મંદિરનાં તથા પોતાના મહેલનાં ભંડારોમાંથી સોનુંરૂપું લઈને દમસ્કસમાં રહેનાર અરામના રાજા બેન-હદાદ પર મોકલીને કહાવ્યું,


તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.


માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને માટે પીથોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યાં.


પણ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખ; કેમ કે ઘઉંના, જવના, તેલના તથા મધના ભંડારો અમે અમારા ખેતરમાં સંતાડેલાં છે.” તેથી ઇશ્માએલે પોતાનો હાથ અટકાવીને તેઓને તેઓના ભાઈઓની જેમ મારી નાખ્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan