Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 26:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ઓબેદ-અદોમના પુત્રોમાં તેનો જ્યેષ્ઠ પુત્ર શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆ, ચોથો શાખાર, પાંચમો નથાનિયેલ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ઓબેદ-અદોમને ઈશ્વરના આશીર્વાદથી આઠ પુત્રો હતા; વયાનુક્રમે તેમની યાદી આ પ્રમાણે છે: શમાયા, યહોઝાબાદ, યોઆહ, શાખાર, નથાનએલ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઓબેદ-અદોમના પુત્રો: જયેષ્ઠ શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો યોઆહ, ચોથો શાખાર, પાંચમો નથાનએલ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આ બધાં ઓબેદ-અદોમના પુત્રો હતા: સૌથી મોટો શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો પુત્ર યોઆહ, ચોથો પુત્ર શાખાર હતો, નથાનએલ પાંચમો પુત્ર હતો,

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 26:4
11 Iomraidhean Croise  

આથી દાઉદ યહોવાનો કોશ પોતાની પાસે દાઉદનગરમાં લ ઈ આવવા ઇચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગાએ, એટલે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો.


અને કરારકોશ ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો.


અને દાઉદ રાજાને સમાચાર મળ્યા, “ઈશ્વરના કોશને લીધે યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો છે, ” ત્યારે દાઉદ જ ઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો.


ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.


અને તેઓની સાથે તેઓના બીજી પાયરીના ભાઈઓને, એટલે ઝખાર્યા, બની, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માતિથ્યા, અલિફ્લેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ તેઓને દ્વારપાળો નીમ્યા.


તેમ જ પરજના સૂર પર મેળવેલી વીણાઓ સહિત રાગ કાઢવા માટે માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઇએલ તથા આઝ્ઝાયાને નીમવામાં આવ્યા.


શબાન્યા, યોશાફાટ, નથાનિયેલ, અમાસાઈ, ઝખાર્યા, બનાયા તથા એલીએઃઝેર યાજકો ઈશ્વરના કોશની આગળ રણશિંગડા વગાડનારા હતા. અને ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.


તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા ને તેઓના અડસઠ ભાઈઓને દ્વારપાળો તરીકે [નીમ્યા].


એટલે મુખ્ય આસાફ તથા તેની ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માતિથ્યા, એલિયાબ બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર તથા વીણા વગાડતા, આસાફ ઝાંઝ લઈને મોટેથી વગાડતો હતો.


પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન ને સાતમો એલ્યહોએનાય.


છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, ને આઠમો પુલ્લથાઈ; કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan