Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 26:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના મંદિરના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 લેવીઓમાંથી અહિયા ઈશ્વરના મંદિરના ભંડાર અને ઈશ્વરને અર્પિત ભેટોના ભંડારો પર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 26:20
21 Iomraidhean Croise  

તે યહોવાના મંદિરનો ખજાનો તથા રાજાના મહેલનો ખજાનો હરી ગયો; હા, તે બધું હરણ કરી ગયો. સુલેમાને બનાવેલી સોનાની સર્વ ઢાલો પણ તે લઈ ગયો.


પછી યહોવાના મંદિરના ભંડારમાં બાકી રહેલું બધું રૂપું તથા સોનું આસાએ લઈને તે પોતાના ચાકરોના હાથમાં આપ્યું. અને આસા રાજાએ તેને દમસ્કસમાં રહેનારા અરામના રાજાની, એટલે હેઝયોનના દીકરા ટાબ્રિમ્મોનના દીકરા બેન-હદાદની પાસે મોકલીને કહાવ્યું,


એ પ્રમાણે યહોવાના મંદિરને લગતું જે સર્વ કામ સુલેમાન રાજાએ કર્યું તે પૂરું થયું. અને જે સર્વ વસ્તુ તેના પિતા દાઉદે અર્પિત કરી હતી તે, એટલે રૂપું, સોનું તથા પાત્રો, સુલેમાને અંદર લઈ જઈને યહોવાના મંદિરના ભંડારોમાં મૂકી.


વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું.


કોરાહીઓની તથા મરારીઓની દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ એ હતી.


લાદાન ગેર્શોનીના પિતૃઓનાં [કુટુંબોમાં] મુખ્ય અહીએલી,


યહીએલના પુત્રો:ઝેથામ તથા તેનો ભાઇ યોએલ યહોવાના મંદિરના ભંડારો પર હતા.


મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો,


કોઈ પણ કામ સંબંધી અથવા ભંડારો સંબંધી યાજકો તથા લેવીઓને રાજાએ જે આજ્ઞા આપેલી હતી તેની તેઓ [અવગણના] કરતા નહિ.


તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ રૂપું, તથા યાજકના સો પોશાક આપ્યા.


મેં તેઓને કહ્યું, “તમે યહોવાને માટે પવિત્ર છો, આ પાત્રો પવિત્ર છે; આ સોનુંરૂપું તમારા પિતૃઓના ઈશ્વર યહોવાને માટે ઐચ્છિકાર્પણ છે.


તે દિવસે ભંડારો, ઉચ્છીલીયાર્પણો, પ્રથમ ફળો, તથા દશાંશોની ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા કે, તેઓ નગરનાં ખેતરો પ્રમાણે, યાજકોને તથા લેવીઓને માટે નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો તથા લેવીઓને લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.


દશાંશો ભર્યાપૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે, હું તમારે માટે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય, એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહિ!” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પણ સંભાળ રાખવામાં તેઓ મુલાકાતમંડપમાં પોતાનાં ભાઈઓની સાથે સેવા કરે, ને સેવાચાકરી ન કરે. લેવીઓને સોંપેલી સેવા વિષે તું તેઓને એમ કર.”


Lean sinn:

Sanasan


Sanasan