Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 25:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદ તથા તેના સેનાધિકારીઓએ સેવાના કામને માટે આસાફ, હેમાન અને યદૂથુનનાં ગોત્રોને નીમ્યાં. તેમણે વીણા, સિતાર તથા ઝાંઝ વગાડતાં વગાડતાં સ્તોત્ર ગાવાનાં હતાં. સોંપેલી સેવાના પ્રકાર પ્રમાણે તેમની યાદી આ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 25:1
46 Iomraidhean Croise  

રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાના મંદિરને માટે તથા રાજાના મહેલને માટે થાંભલા, તથા ગવૈયાઓને માટે વીણા ને તંબૂરા બનાવ્યાં. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિન સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.


પણ હવે મારી પાસે એક બજવૈયાને લાવો.” તે બજવૈયાએ વાજિંત્ર વગાડ્યું, ત્યારે એમ થયું કે યહોવાનો હાથ તેના પર આવ્યો.


વળી સદોક એક જુવાન તથા શૂરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબના બાવીસ સરદાર તેની સાથે હતા.


દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગાયનો ગાતા, તથા વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડા વગાડતાં પૂર્ણ ઉમંગથી ઇશ્વરની આગળ ઉત્સવ કરતા હતા.


એમ સર્વ ઇઝરાયલીઓ યહોવાના કરારકોશને હર્ષનાદ કરતાં શરણાઈ, રણશિંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા.


તેણે ઇઝરાયલના સર્વ સરદારોને, યાજકોને તથા લેવીઓને એકત્ર કર્યા.


ઝાક્કૂર, યૂસફ, નથાન્યા તથા અશારેલા, એ આસાફના પુત્રો:આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે એ હતા.


યદૂથૂનના પુત્રો:ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ તથા માતિથ્યા એ છ; તેઓ પોતાના પિતા યદૂથૂન કે, જે વીણા વડે આભાર માનતો તથા યહોવાની સ્તુતિ કરતી વખતે બોધકનું કામ કરતો હતો, તેના હાત નીચે હતા.


પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી, બીજી ગદાલ્યાની, તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બાર હતા.


લેવીના પુત્રો:ગેર્શોન, કહાથ તથા મરારી.


જેઓ હાજર રહેતા તેઓ તથા તેઓના પુત્રો નીચે પ્રમાણે છે: કહાથીઓના પુત્રોમાંનો ગવૈયો હેમાન, એ યોએલનો પુત્ર, ને એ શમૂએલનો પુત્ર;


તેને જમણે હાથે ઊભો રહેનાર તેનો ભાઈ આસાફ, એ આસાફ બેરેખ્યાનો પુત્ર, ને એ શિમઆનો પુત્ર.


ડાબે હાથે તેઓના ભાઈઓ, એટલે મરારીના પુત્રો [ઊભા રહેતા હતા] ; [તેઓનો મુખ્ય] એથાન કશીનો પુત્ર, ને એ આબ્દીનો પુત્ર, ને એ માલ્લૂખનો પુત્ર.


આ ગવૈયાઓ હતા. તેઓ લેવીઓના પિતૃઓનાં કુટુંબોના વડીલો હતા. તેઓ ઓરડાઓમાં રહેતા હતા, ને [બીજા કામથી તેઓ] મુક્ત [હતા] ;કેમ કે તેઓ રાતદિવસ પોતાના જ કામમાં ગૂંથાયેલા રહેતા હતા.


સાતમે વર્ષે યહોયાદાએ બળવાન થઈને યહોરામનો પુત્ર અઝાર્યા, યહોહાનાનનો પુત્ર ઇશ્માએલ, ઓબેદનો પુત્ર અઝાર્યા, અદાયાનો પુત્ર માસેયા તથા નઝિખ્રીનો પુત્ર અલીશાફાટ, એશતાધિપતિઓની સાથે કોલકરાર કર્યા.


તેણે જોયું, તો રાજા સ્તંભ આગળ બારણામાં ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડાં વગાડનારાઓ તેની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સાહ કરતા હતા તથા રણશિંગડાં વગાડતા હતા.ગવૈયાઓ પણ વાજિંત્ર વગાડતા તથા સ્તુતિનાં ગાયનો ગવડાવતા હતા. ત્યારે અથાલ્યાએ બળવો! બળવો! એમ કહીને પોતાના વસ્ત્ર ફાડ્યાં.


મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે યહોવાને દહનીયાર્પણો ચઢાવવાને માટે જે લેવી યાજકોને દાઉદે યહોવાના મંદિરમાં જુદે જુદે સ્થાને નીમ્યા હતા. તેઓના હાથ નીચે યહોયાદાએ ઉત્સવ કરવાને તથા દાઉદના નિયમ પ્રમાણે ગાયન કરવાને યહોવાના મંદિરના કારભારીઓ નીમ્યા.


દાઉદ રાજાના ભાલા તથા નાનીમોટી ઢાલો જે ઈશ્વરના મંદિરમાં હતાં તે યહોયાદા યાજકે શતાધિપતિઓને આપ્યાં.


અલીસાફાનના પુત્રોમાંના શિમ્રી તથા યેઉએલ; આસાફના પુત્રોમાંના ઝખાર્યા તથા માત્તાન્યા;


હેમાનના પુત્રોમાંના યહૂએલ તથા શિમઈ; અને યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.


હિઝકિયાએ યાજકોના તથા લેવીઓના વારા પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા, એટલે દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવવા માટે, તેમ જ સેવા કરવા તથા આભાર માનવા તથા યહોવાની છાવણીઓની ભાગળોમાં સ્તુતિ કરવાને માટે, યાજકો તથા લેવીઓને [નીમ્યા].


તે માણસોએ પ્રામાણિકપણે તે કામ કર્યું; મરારીના પુત્રોમાંના લેવીઓ યાહાથ તથા ઓબાદ્યા તેઓના મુકાદમો હતા. કહાથીઓના પુત્રોમાંના ઝખાર્યા તથા મશુલ્લામ કામ ચલાવનાર હતા; તથા બીજા લેવીઓ પણ હતા, જેઓ વાજિંત્ર વગાડવામાં પ્રવીણ હતા, તે સર્વ.


દાઉદ આસાફ તથા હેમાન તથા રાજાના દષ્ટા યદૂથૂનની આજ્ઞા પ્રમાણે આસાફના પુત્રો, એટલે ગવૈયાઓ, પોતપોતાની જગાએ ઊભા હતા. દ્વારપાળો પ્રત્યેક દરવાજે ઊભા હતા; તેઓને પોતાના સેવાસ્થાનથી ખસવાની જરૂર નહોતી, કેમ કે તેઓના ભાઈ લેવીઓ તેઓને માટે તૈયાર કરતા હતા.


વળી સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન, તથા તેઓના પુત્રો અને તેઓના ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વે ઊભા હતા, તથા તેઓની સાથે એકસો વીસ યાજકો પણ રણશિંગડાં વગાડતા હતા.)


તેણે દરરોજના કાર્યક્રમ પ્રમાણે પોતાના પિતા દાઉદના વિધિ પ્રમાણે યાજકોના કામ પર વારા પ્રમાણે નિયુક્ત કરેલી ટોળીઓને, લેવીઓને, પોતાના કામ ઉપર એટલે સ્તોત્ર ગાવા તથા યાજકની સેવા કરવા માટે, ઠરાવ્યા. વળી દરેક દ્વાર આગળ વારા પ્રમાણે દ્વારપાળો [નીમ્યા] ; (કેમ કે ઈશ્વરભકત દાઉદે એવી આજ્ઞા કરી હતી.)


ગવૈયાઓ:આસાફના પુત્રો, એકસો અઠ્ઠાવીસ.


મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે, તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા.


અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો; તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુ્ત્ર આબ્દા હતો.


લેવીઓના વડીલો:હશાબ્યા, શેરેબ્યા તથા કાહ્મીએલનો પુત્ર યેશુઆ, તથા તેઓના ભાઈઓ સામસામે ગાતા વારાફરતી પોતપોતાના વારા વખતે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે, સ્તવન તથા આભારસ્તુતિ કરતા હતા.


યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે, આભારસ્તુતિના ગાયનો કરતાં, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેઓને યરુશાલેમમાં લાવે.


ગીત ચઢાવો, ઢોલક તથા સિતાર મધુર વીણા સહિત વગાડો.


ચંદ્રદર્શન તેમ પૂનમને સમયે, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.


અંદરના દરવાજાની બહાર અંદરના ચોકમાં ગવૈયાઓને માટે ઓરડીઓ હતી, એ [ચોક] ઉત્તરના દરવાજાની બાજુએ હતો. તેમનાં મોં દક્ષિણ તરફ હતાં. પૂર્વના દરવાજાની બાજુએ જે [ઓરડી] હતી તેનું મોં ઉત્તર તરફ હતું.


ત્યાર પછી ઈશ્વરનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે, ત્યાં તું આવશે; અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસણી ને વીણા વગાડનારા સહિત, પ્રબોધકોની એક મંડળી, ઉચ્ચસ્થાનેથી ઊતરતી તેની સામી મળશે, અને તેઓ પ્રબોધ કરતા માલૂમ પડશે.


Lean sinn:

Sanasan


Sanasan