Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નથાનિયેલનો પુત્ર શમાયા ચિટનીસ, જે લેવીઓમાંનો એક હતો, તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકોનાં ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી; એલાઝાર તથા ઇથામારનું વારાફરતી એક કુટુંબ ગણાતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી લેવીઓના નોંધણીકાર નથનાએલના પુત્ર શમાયાએ તેમનાં નામની નોંધણી કરી. રાજા, તેના અમલદારો, સાદોક યજ્ઞકાર, અબ્યાથારનો પુત્ર અહિમેલેખ અને યજ્ઞકારના તેમજ લેવીના કુટુંબના વડાપુરુષો એ સૌ તેના સાક્ષી હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:6
12 Iomraidhean Croise  

શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા, ચિટનીસો; અહિલુદનો દીકરો યહોશાફાટ, ઈતિહાસકાર;


અહીટૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અબિમેલેખ યાજકો હતા.શાવ્શા ચિટનીસ હતો.


તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે લેવીઓના પુત્રો હતા, એટલે તેઓમાંના જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા, એટલે વીસ તથા તેથી અધિક વયના હતા તેઓ યહોવાના મંદિરમાં સેવાનું કામ કરનાર હતા. તેઓ પોતાના પિતૃઓનાં [કુટુંબોના] મુખ્ય પુરુષો હતા.


તેઓએ પણ પોતાના ભાઈ હારુનપુત્રોની જેમ દાઉદ રાજાની, સાદોકની, અહીમેલેખની તથા યાજકો ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ ચિઠ્ઠીઓ નાખી; એટલે કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની માફક જ ચિઠ્ઠીઓ નાખી.


પહેલી ચિઠ્ઠી યહોયારીબની નીકળી, બીજી યદાયાની;


તેઓ ભાર ઊંચકનારાઓના ઉપરી હતાં ને દરેક પ્રકારની સેવામાં કામ કરવારાઓ ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા, કારભારીઓ તથા દ્વારપાળો હતા.


બાબિલથી ત્યાં ગયો. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમશાસ્ત્રમાં તે પ્રવીણ શાસ્ત્રી હતો. વળી તેના પર યહોવાની કૃપા હતી તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી.


સાતમો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકત્ર થયા; મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું.


ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”


અને એક શાસ્‍ત્રીએ પાસે આવીને તેમને કહ્યું, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”


એટલે કે અબ્યાથાર મુખ્ય યાજક હતો ત્યારે ઈશ્વરના ઘરમાં પેસીને, જે અર્પેલી રોટલીઓ યાજકો સિવાય કોઈને ખાવાને ઉચિત નથી તે તેણે ખાધી, તેમ જ તેના સાથીઓને પણ આપી.”


Lean sinn:

Sanasan


Sanasan