Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 24:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 નાદાબ તથા અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા, તેઓને ફરજંદ ન હતાં. માટે એલાઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 નાદાબ અને અબીહૂ તેમના પિતાની અગાઉ મૃત્યુ પામ્યા હતા, અને તેમના કોઈ વંશજ નહોતા. તેથી તેમના ભાઈઓ એલાઝાર અને ઇથામાર યજ્ઞકાર બન્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 નાદાબ અને અબીહૂ તેમના પિતા જીવતા હતા એ દરમ્યાન જ નિ:સંતાન મરી ગયા હતા. આથી એલઆઝાર અને ઇથામાર યાજકપદે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 24:2
11 Iomraidhean Croise  

અને યહોવાએ મૂસાને કહ્યું, “યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર ઉપર આવો; અને દૂર રહીને ભજન કરો.


ત્યારે મૂસા તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના સિત્તેર વડીલો ઉપર ચઢયા.


અને તું તેઓને, એટલે હારુનને તથા તેના દીકરાઓને, કમરબંધ તથા ફાળિયાં બાંધ. અને હંમેશના નિયમ તરીકે તેમને યાજકપદ મળે; અને તું હારુણે તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર.


અને હારુન આમ્મિનાદાબની પુત્રી નાહશોનની બહેન અલીશેબા સાથે પરણ્યો; અને તેને પેટે નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર થયા.


અને મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા પુત્રો એટલે એલાઝારને તથા ઇથામારને કહ્યું, “યહોવાના હોમયજ્ઞમાંનું બાકી રહેલું ખાદ્યાર્પણ લો, ને વેદી પાસે ખમીર વિના તે ખાઓ; કેમ કે તે પરમપવિત્ર છે.


અને યહોવાની સંમુખથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, ને તેઓ યહોવાની સમક્ષ માર્યા ગયા.


અને તું તથા તારી સાથે તારા દિકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિષે તમારું યાજકપદ બજાવો; અને સેવા કરો. બક્ષિસરૂપી સેવા તરીકે તમને તમારું યાજકપદ હું આપું છું; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”


અને નાદાબ તથા અબીહૂ યહોવાની સમક્ષ પારકો અગ્નિ ચઢાવતાં માર્યા ગયા.


અને હારુનના પુત્રોનાં નામ આ હતાં:નાદાબ જ્યેષ્ઠ પુત્ર, તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર.


અને નાદાબ તથા અબીહૂ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા, ને તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર તથા ઇથામાર પોતાના પિતા હારુનની હજૂરમાં યાજકપદમાં સેવા બજાવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan