Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓમાંના ચોવીસ હજારને યહોવાના મંદિરના કામ પર દેખરેખ રાખવાને નીમ્યા. છ હજાર અમલદારો તથા ન્યાયાધીશો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 રાજાએ તેમને આ પ્રમાણે કામ સોંપ્યું. તેણે ચોવીસ હજારને પ્રભુના મંદિરનો કારભાર સંભાળવા, છ હજારને નોંધણીકારો અને વિવાદોનો ન્યાય આપવા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “એમાંના 24,000 ને યહોવાના મંદિરની સેવા સોંપવામાં આવી. 6,000 ને અમલદારો અને ન્યાયાધીશો નીમવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:4
16 Iomraidhean Croise  

તેમના લેવી ભાઈઓ ઈશ્વરના મંડપની સર્વ સેવાને માટે નિમાયેલા હતા.


વળી યહોશાફાટે યહોવાના નિયમ સંબંધીના મુકદ્દમાં ચૂકવવા તથા તકરારો પતાવવા માટે લેવીઓમાંથી, યાજકોમાંથી તથા ઇઝરાયલના પિતૃઓનાં કુટુંબોનાં વડીલોમાંથી કેટલાકને યરુશાલેમમાં પણ નીમ્યાં. પછી તેઓ યરુશાલેમમાં પાછા આવ્યાં.


મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે યહોવાને દહનીયાર્પણો ચઢાવવાને માટે જે લેવી યાજકોને દાઉદે યહોવાના મંદિરમાં જુદે જુદે સ્થાને નીમ્યા હતા. તેઓના હાથ નીચે યહોયાદાએ ઉત્સવ કરવાને તથા દાઉદના નિયમ પ્રમાણે ગાયન કરવાને યહોવાના મંદિરના કારભારીઓ નીમ્યા.


તેઓ ભાર ઊંચકનારાઓના ઉપરી હતાં ને દરેક પ્રકારની સેવામાં કામ કરવારાઓ ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા, કારભારીઓ તથા દ્વારપાળો હતા.


યરુશાલેમના લેવીઓનો ઉપરી પણ, ઈશ્વરના મંદિરના કામ પર, આસાફના પુત્રોમાંના એટલે ગવૈયાઓમાંના મીખાના પુત્ર માત્તાન્યાના પુત્ર હશાબ્યાના પુત્ર બાનીનો પુત્ર ઉઝ્ઝી હતો.


ઝિખ્રીનો પુત્ર યોએલ તેઓનો ઉપરી હતો; હાસ્સનૂઆનો પુત્ર યહૂદા (એ નગરના બીજા લત્તાનો અમલદાર હતો.)


વળી તકરારની બાબતમાં તેઓ ન્યાય કરવા ઊભા રહે, મારા કનૂનો પ્રમાણે તેઓ તેનો ન્યાયકરે, અને મારાં સર્વ મુકરર પર્વોમાં તેઓ મારા નિયમો તથા મારા વિધિઓ પાળે; અને મારા સાબ્બાથોને તેઓ પવિત્ર માને.


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો.


“જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારાં કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયીપણાથી લોકોનો ન્યાય ચૂકવે.


Lean sinn:

Sanasan


Sanasan