Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 કેમ કે દાઉદે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાએ પોતાના લોકને આરામ આપ્યો છે. તે સર્વકાળ યરુશાલેમમાં વસનાર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 દાવિદે કહ્યું, ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના લોકોને શાંતિ આપી છે અને તે પોતે કાયમ માટે યરુશાલેમમાં વસનાર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 દાઉદે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 દાઉદે કહ્યું, “ઇસ્રાએલના યહોવા દેવે આપણને શાંતિ બક્ષી છે. યહોવા હંમેશા યરૂશાલેમમાં નિવાસ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:25
18 Iomraidhean Croise  

અને રાજા પોતાના ઘરમાં રહેતો હતો, ને યહોવાએ તેની ચારતરફના શત્રુઓથી તેને શાંતિ આપી હતી, તેવામાં એમ બન્યું કે,


એટલે પહેલાંની માફક, તથા જે દિવસે મારા ઇઝરાયલ લોકો પર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા કરી તે વખતની માફક, તેઓને દુષ્ટતાના પુત્રો હવે પછી દુ:ખ આપશે નહિ; અને હું તને તારા સર્વ શત્રુઓથી [બચાવીને] વિસામો પમાડીશ.’ વળી યહોવા તને કહે છે, ‘યહોવા તારે માટે ઘર બાંધશે.


મેં તમારે માટે રહેવાનું મંદિર, સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થાન, નક્કી બાંધ્યું છે.”


પણ શું ઇશ્વર ખરેખર પૃથ્વી પર વસશે? આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું મંદિર [તમારો સમાવેશ] કરે એ કેટલું બધું અશક્ય છે.!


શું તમારા ઈશ્વર યહોવા તમારી સાથે નથી? શું તેમણે તમને ચોતરફ શાંતિ આપી નથી? તેમણે દેશના મૂળ રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે; અને યહોવાએ તથા તેના લોકે દેશ સર કર્યો છે.


મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે યહોવાને દહનીયાર્પણો ચઢાવવાને માટે જે લેવી યાજકોને દાઉદે યહોવાના મંદિરમાં જુદે જુદે સ્થાને નીમ્યા હતા. તેઓના હાથ નીચે યહોયાદાએ ઉત્સવ કરવાને તથા દાઉદના નિયમ પ્રમાણે ગાયન કરવાને યહોવાના મંદિરના કારભારીઓ નીમ્યા.


યરુશાલેમમાં વસનાર યહોવાને સિયોનમાંથી ધન્ય હોજો. યહોવાની સ્તુતિ કરો.


અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દષ્ટિએ કેમ જુઓ છો? ખરેખર યહોવા ત્યાં સર્વકાળ રહેશે.


તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.


યહોવા સિયોનમાં રહે છે, તેમનાં સ્તોત્ર ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.


જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ, સિયોન પર્વતમાં વસનાર સૈન્યોના [ઈશ્વર] યહોવાની પાસેથી [મળેલા] ઇઝરાયલમાં ચિહ્નો તથા અદભુત કૃત્યોને અર્થે છીએ.


તેની ચોતરફનું [માપ] અઢાર હજાર [દંડ] થાય; અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવા-શામ્મા, ’ એટલે ‘યહોવા ત્યાં છે’ એવું પડશે.”


તેઓનું રક્ત જેને મેં નિર્દોષ ગણ્યું નથી તેને હું નિર્દોષ ગણીશ, કેમ કે યહોવા સિયોનમાં રહે છે.”


યહોવા કહે છે કે, હું સિયોનમાં પાછો આવ્યો છું, ને હું યરુશાલેમમાં રહીશ. યરુશાલેમ સત્યનું નગર કહેવાશે. તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


કેમ કે [ખ્રિસ્ત] માં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે.


યહોવાએ ઇઝરાયલીઓને તેઓની ચારે તરફના સર્વ શત્રુઓથી વિશ્રાંતિ આપ્યા પછી ઘણે દિવસે. એટલે યહોશુઆ ઘણો વૃદ્ધ તથા વયધર થયો હતો,


Lean sinn:

Sanasan


Sanasan