૧ કાળવૃત્તાંત 22:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 દાવિદે કહ્યું, “મારો પુત્ર શલોમોન જે મંદિર બાંધશે તે ભવ્ય, સુંદર અને વિશ્વવિખ્યાત થવું જોઈએ. પણ તે જુવાન અને બિનઅનુભવી છે; તેથી મારે અગાઉથી તેની પૂરી તૈયારી કરવી જોઈએ.” એમ દાવિદે પોતાના મરણ અગાઉ પુષ્કળ સાધનસામગ્રી એકત્ર કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ.” તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી. Faic an caibideil |
મારા ઈશ્વર યહોવાને અર્પણ કરવાને, તેમની આગળ ખુશ્બોદાર સુંગધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને માટે, ને સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ તથા અમારા ઈશ્વર યહોવાનાં નક્કી કરેલા પર્વોએ, સવાર તથા સાંજના દહનીયાર્પણોને માટે, તેમના નામને માટે, હું મંદિર બાંધું છું ઇઝરાયલને માટે સર્વકાળને માટે એ [વિધિઓ] ઠરાવેલા છે.