૧ કાળવૃત્તાંત 22:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને માટે એક લાખ તાલંત સોનું તથા દશ લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડાં તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યાં છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 મંદિર માટે મેં ભારે મહેનત કરીને ચોત્રીસો ટન સોનું અને ચોત્રીસ હજાર ટન ચાંદી એકત્ર કર્યાં છે. વળી, તાંબુ અને લોખંડનો અઢળક જથ્થો છે. મેં લાકડાં અને પથ્થર પણ ભેગાં કર્યાં છે; પણ તારે તેનો વધારે જથ્થો મેળવવો પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 હવે, જો, મેં યહોવાહના ભક્તિસ્થાન માટે પુષ્કળ મહેનત કરીને એક લાખ તાલંત સોનું, દસ લાખ તાલંત ચાંદી, પિત્તળ અને લોખંડ પુષ્કળ પ્રમાણમાં એકત્ર કર્યા છે. લાકડાં અને પથ્થર એ બધું તને આપું છું. તેમા તું વધારો કરી શકે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 “મેં પુષ્કળ મહેનત કરીને યહોવાના મંદિર માટે 3,750 ટન સોનું, 37,500 ટન ચાંદી, અને જોખ્યું જોખાય નહિ તેટલું કાંસુ અને લોઢું એકઠાં કર્યા છે. લાકડાં અને પથ્થર પણ મેં ભેગા કર્યા છે, પણ તારે થોડા વધારે એકઠાં કરવા પડશે. Faic an caibideil |
હવે મેં મારા સંપૂર્ણ બળથી મારા ઈશ્વરના મંદિરને માટે સોના [ની વસ્તુઓ] ને માટે સોનું, રૂપા [ની વસ્તુઓ] ને માટે રૂપું, પિત્તળ [ની વસ્તુઓ] ને માટે પિત્તળ, લોઢા [ની વસ્તુઓ] ને માટે લોઢું તથા લાકડાં [ની વસ્તુઓ] ને માટે લાક્કડ, તેમ જ ગોમેદ મણિ તથા જડાવકામને માટે તથા ચિત્રવિચિત્ર કામને માટે તરેહ તરેહના રંગનાં, અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન જવાહિરો તથા સંગેમરમરના પુસ્કળ પાષાણો તૈયાર કર્યા છે.