Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 22:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જે વિધિઓ તથા હુકમો યહોવાએ ઇઝરાયલ સંબંધી મૂસાને ફરમાવ્યા તે જો તું પાળીને અમલમાં લાવશે તો જ તું ફતેહમંદ થશે; બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા. બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુએ મોશે મારફતે ઇઝરાયલીઓને આપેલાં સર્વ ફરમાનો અને નિયમો તું પાળે તો જ તું સફળ થઈશ. દૃઢ તથા હિંમતવાન થા, કોઈ વાતે ડરીશ નહિ કે હિંમત હારીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યહોવાહે, ઇઝરાયલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો આપ્યાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે ત્યારે તું સફળ થશે. બળવાન તથા હિંમતવાન થા. બીશ નહિ કે ગભરાઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 યહોવાએ ઇસ્રાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો જણાવેલાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે તો જ તું સફળ થશે. બળવાન થજે, મક્કમ રહેજે. હિંમત હારીશ નહિ કે ગભરાઇશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 22:13
25 Iomraidhean Croise  

“હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું માટે તું બળવાન થા, ને પુરુષાતન દેખાડ.


જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને, તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો, તથા તેમના સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે જે તું કરે તેમાં, તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે.


હવે કાળજી રાખ; કેમ કે પવિત્રસ્થાનને માટે મંદિર બાંધવાને યહોવાએ તને પસંદ કર્યો છે, બળવાન થા, ને તે [કામ] કર.”


દાઉદે પોતાના પુત્ર સુલેમાનને કહ્યું, “બળવાન તથા ખૂબ હિમ્મતવાન થઈને એ [કામ] કર; બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ કેમ કે યહોવા ઈશ્વર, હા, મારા ઈશ્વર તારી સાથે છે. યહોવાના મંદિરની સર્વ સેવાનું કામ સંપુર્ણ થતાં સુધી તે તને સહાય કર્યા વગર રહેશે નહિ, ને તને તજી દેશે નહિ.


જો આજની માફક, મારી આજ્ઞાઓ તથા મારા હુકમો પાળવામાં તે ર્દઢ રહેશે તો હું તેનું રાજ્ય સદાને માટે કાયમ કરીશ, ’


તેણે યહૂદિયામાં કિલ્લાવાળા નગરો બાંધ્યાં, કેમ કે દેશમાં શાંતિ હતી, ને તે દરમિયાન તેના રાજ્યમાં ક્યાંય પણ લડાલી ચાલતી નહોતી, કેમ કે યહોવાએ તેને શાંતિ આપી હતી.


તેઓ સવારમાં વહેલા ઊઠીને અકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમ્યાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, “હે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓ, મારું સાંભળો. તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો, ને તમે સ્થિર થશો; તેમના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો.”


ઝખાર્યા, જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું, તેની હયાતીમાં તે ઈશ્વરની ઉપાસના કરતો હતો, અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી ઈશ્વરે તેને અબાદાની બક્ષી.


“બળવાન તથા હિમ્મતવાન થાઓ, આશૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહિ તેમ ગભરાશો પણ નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મોટો છે.


વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.


હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું, તો પછી હું ફજેત થનાર નથી.


હે ઈશ્વર, ઇનસાફ કરવાનો તમારો અધિકાર તમે રાજાને આપો, અને રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.


તો પણ હવે, યહોવા કહે છે, “હે ઝરુબ્બાબેલ, બળવાન થા. હે યહોસાદાકના દીકરા યહોશુઆ, પ્રમુખ યાજક, બળવાન થા. યહોવા કહે છે, ‘હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઈને કામે લાગો’:કેમકે સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે કે,


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવાનું ઘર, એટલે તેમનું મંદિર, બાંધવા માટે તેનો પાયો નાખવામાં આવ્યો, તે સમયે પ્રબોધકોએ કહેલાં વચનો આ વખતે સાંભળનારાઓ, તમારા હાથ બળવાન થાઓ.


પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.


પછી તેને દૂર કરીને તેમણે દાઉદને તેઓનો રાજા થવા માટે ઊભો કર્યો. અને તેમણે તેના સંબંધી સાક્ષી આપી, ‘મારો મનગમતો એક માણસ, એટલે યિશાઈનો દીકરો દાઉદ, મને મળ્યો છે; તે મારી બધી ઇચ્છા પૂરી કરશે.”


જાગૃત રહો, વિશ્વાસમાં દઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.


તમે એકબીજાના ભાર ઊંચકો, અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા.


તોપણ પવિત્રલેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર‍ પ્રેમ રાખ, ” એ [નિયમ] જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો,


તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે, અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રત્યે તારું કહેવું ન ગણકારે, તે ગમે તે હો, તો પણ તે માર્યો જાય. એટલું જ કે તું બળવાન તથા ખૂબ હિમ્‍મતવાન થા.”


Lean sinn:

Sanasan


Sanasan