Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 દાઉદે ઈશ્વરને કહ્યું, “આ જે કૃત્ય મેં કર્યું છે તેમાં મેં મહા પાપ કર્યું છે; પણ હવે તમે કૃપા કરીને તમારા સેવકનો અપરાધ માફ કરો; કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 દાવિદે ઈશ્વરને કહ્યું, “આ કૃત્ય કરીને મેં ભયંકર પાપ કર્યું છે; પણ તમારા સેવક પર કૃપા કરી તેનો દોષ દૂર કરો; કારણ, મેં મોટી મૂર્ખાઈ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દાઉદે ઈશ્વરને કહ્યું, “આ કામ કરી મેં મહા પાપ કર્યું છે. હવે તમારા સેવકનો અપરાધ દૂર કરો, કેમ કે મેં મોટી મૂર્ખાઈ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 એટલે દાઉદે દેવને કહ્યું, “આમ કરવામાં મેં ઘોર પાપ કર્યું છે, પણ હવે આ સેવકનો દોષ કૃપા કરીને માફ કરો. આ કામ માટે મેં ઘોર અપરાધ કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:8
16 Iomraidhean Croise  

અને યાકૂબના દીકરઓ એ સાંભળીને ખેતરમાંથી આવ્યા. અને તેઓએ શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢયો, કેમ કે તેણે યાકૂબની દીકરી સાથે સૂઈને ઇઝરાયેલમાં મૂર્ખપણું કર્યું હતું; એ કામ કરવું અણઘટતું હતું.


અને દાઉદે નાથાનને કહ્યું, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને નાથાને દાઉદને કહ્યું, “યહોવાએ પણ તમારું પાપ દૂર કર્યું છે; તમે મરશો નહિ.


અને હું મારી ફજેતી લઈને ક્યાં જાઉં? વળી તમે તો ઇઝરાયલમાં એક મૂર્ખ જેવા બનશો. તો હવે મહેરબાની કરીને તમે રાજાને કહો, કેમ કે તે મને તમારાથી પાછી રાખશે નહિ.”


દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો. અને દાઉદે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે. પણ હવે, હે યહોવા કૃપા કરીને તમારા સેવકની દુષ્ટતા દૂર કરો; કેમ કે મેં ઘણી મૂર્ખાઈ કરી છે.”


આ કામથી ઈશ્વર અપ્રસન્‍ન થયા માટે તે ઇઝરાયલ પર આફત લાવ્યા.


તેણે તેઓને પૂછ્યું, “આ લોકોએ મને એમ કહ્યું છે કે, તમારા પિતાએ અમારા ઉપર જે ઝૂંસરી મૂકી હતી તે કંઈક હલકી કરો, તેમને શો જવાબ આપવો તે વિષે તમે શી સલાહ આપો છ?”


હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.


મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)


યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”


તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો. તેમને વિનંતી કરો કે, ‘“સર્વ પાપ નિવારણ કરો, અને જે સારું છે તેનો અંગીકાર કરો.’ એમ અમે ગોધાની જેમ અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું.


બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!


જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તેં મૂર્ખાઈ કરી છે; તારા ઈશ્વર યહોવાએ તને જે આજ્ઞા આપી, તે તેં પાળી નથી, નહિ તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપી આપ્યું હોત.


ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દિકરા દાઉદ, પાછો આવ. કેમ કે હવે પછી હું તને ઈજા કરીશ નહિ, કેમ કે આજે મારો જીવ તારી દષ્ટિમાં મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરીને ઘણીજ ભૂલ કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan