Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ત્યાં દાઉદે યહોવાને માટે વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવ્યાં, ને યહોવાને વિનંતી કરી. યહોવાએ દહનીયાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 ત્યાં તેણે પ્રભુને નામે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ ચઢાવ્યા. તેણે પ્રાર્થના કરી એટલે પ્રભુએ વેદી પરનાં અર્પણો પર અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 દાઉદે ત્યાં યહોવાહને માટે વેદી બાંધી અને તેના પર દહનીયાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં. તેણે યહોવાહને વિનંતી કરી, તેમણે દહનીયાર્પણની વેદી પર આકાશમાંથી અગ્નિ મોકલી તેને ઉત્તર આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અને ત્યાં યહોવાને માટે તેણે વેદી બાંધી અને તેના પર તેણે દહનાર્પણ કર્યુ. તેણે તેની પર શાઁત્યર્પણ કર્યુ અને યહોવાનું આવાહન કર્યું. વેદી પર અગ્નિ ઉતારીને યહોવાએ તેને જવાબ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:26
18 Iomraidhean Croise  

અને તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ; અને જે દેવ અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ ઈશ્વર માનવો.” સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એ વાત તો ઠીક છે.”


ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યાં, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું.


યહોવાએ દૂતને આજ્ઞા કરી, તેથી એણે પોતાની તરવાર મ્યાન કરી.


ત્યાર પછી સુલેમાન યરુશાલેમમાં મોરિયા પર્વત કે, જ્યાં [યહોવાએ] તેના પિતા દાઉદને દર્શન આપ્યું હતું તેના ઉપર જે જગા દાઉદે યબૂસી ઓર્નાનની ખળીમાં તૈયાર કરી હતી, ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યો.


જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા. અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું.


હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.


તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.


આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, તેમના પવિત્ર પર્વત પર ભજન કરો; કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


તેઓ હાંક મારે ત્યારે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ; અને તેઓ હજી તો બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.


“મને હાંક માર, એટલે હું તને ઉત્તર આપીશ, ને જે મોટી તથા ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ.


અને યહોવાની સંમુખથી અગ્નિ ઘસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંઘમાં પડ્યા.


અને હારુન મૂસાની પાસે મુલાકાતમંડપના દ્વાર આગળ પાછો આવ્યો; અને મરકી બંધ થઈ.


કેમ કે અગ્નિની જવાળા વેદી પરથીઇ આકાશમાં ચઢી, ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જવાળમાં થઈ ઉપર ચઢી ગયો. અને માનોઆ તથા તેની પત્ની જોઈ રહ્યાં; અને તેઓ ભૂમિ પર ઊંધા પડ્યાં.


ત્યારે યહોવાના દૂતે પોતાના હાથમાંની છડી લંબાવીને તે માંસ તથા બેખમીર રોટલીને અડકાડી. અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બેખમીર રોટલીને ભસ્મ કર્યા. અને યહોવાનો દૂત અંતર્ધાન થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan