Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલની વિરુદ્ધ શેતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવાને ઉશ્કેર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓને રંજાડવાના હેતુસર શેતાને દાવિદને ઇઝરાયલીઓની વસ્તી ગણતરી કરવા ઉશ્કેર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલની વિરુદ્ધ ષડયંત્ર રચવા માટે શેતાને દાઉદને ઇઝરાયલની વસ્તી ગણતરી કરવાને લલચાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી શેતાન ઇસ્રાએલીઓ સામે લડવા તૈયાર થયો. તેણે દાઉદને વસ્તી ગણતરી કરવા ભડકાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:1
18 Iomraidhean Croise  

એઓ ગાથમાંના રફાઈવંશના હતા. તેઓ દાઉદને હાથે તથા તેના સૈનિકોને હાથે માર્યા ગયા.


સરુયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહિ, [ગણતરી કરવા] ને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃતાંતની તવારીખમાં એ ગણતરી નોંધવામાં આવી નથી


એ સર્વ આશેરના પુત્રો હતા. તેઓ પોતાના પિતૃઓના કુટુંબના સરદારો, ચૂંટી કાઢેલા તથા પરાક્રમીઓ ને શૂરવીર પુરુષો હતા. અને વંશાવળી પ્રમાણે યુદ્ધના કામને માટે તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.


એક દિવસે ઈશ્વરદૂતો ફરીથી યહોવાની હજૂરમાં હાજર થયા, તેઓની સાથે‍ શેતાન પણ આવીન યહોવાની આગળ હાજર થયો.


“ઇઝરાયલી લોકોની સંખ્યા કેટલી છે તે જોવા જ્યારે તું ગણતરી કરે ત્યારે તેમની ગણતરી થતી વખતે તેઓમાંનો દરેક પુરુષ પોતાના જીવના બદલામાં યહોવાને ખંડણી આપે; એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ મધ્યે કંઈ મરકી ન આવે.


પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો, અને તેને જમણે હાથે તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડયો.


અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.”


તે ત્યાંથી નીકળ્યા, તે પછી શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને છંછેડવા લાગ્યા.


સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને [કબજે લેવા] માગ્યા,


હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં,


પણ પિતરે કહ્યું, “ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?


અને પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.


કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.


ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતાં સાંભળી કે, હવે તારણ, પરાક્રમ, અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે, કેમ કે અમારાં ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકવામાં આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan