૧ કાળવૃત્તાંત 20:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 નવું વર્ષ બેસતાં, જ્યારે રાજાઓ યુદ્ધ કરવા નીકળે છે તે વખતે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો, ને આમ્મોનીઓના દેશને ખેદાન-મેદાન કરી મૂકીને રાબ્બા જઈને તેણે તેને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રોકાયો. યોઆબે રાબ્બાને સર કરીને તેને પાયમાલ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 પછીની વસંતસંપાતે, એટલે કે રાજાઓ વર્ષના જે સમયે યુદ્ધ કરવા જાય છે ત્યારે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો અને આમ્મોન દેશ પર ચડાઈ કરીને તેને ખેદાનમેદાન કરી નાખ્યો. દાવિદ રાજા પોતે તો યરુશાલેમમાં જ રહ્યો. યોઆબ અને તેના સૈન્યે રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો અને તેના પર આક્રમણ કરી તેનો વિનાશ કર્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 સામાન્ય રીતે વસંતઋતુ બેસતાં રાજાઓ યુદ્ધ કરવા જાય છે. તે વખતે યોઆબે સૈન્યની આગેવાની કરી અને આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. પછી તેણે રાબ્બા આવીને તેને પણ પોતાને તાબે કર્યું. પણ દાઉદ યરુશાલેમમાં જ રહ્યો. યોઆબે રાબ્બા પર હુમલો કર્યો અને તેને જીતી લીધું. Faic an caibideilપવિત્ર બાઈબલ1 વસંત ઋતું બેસતાં સામાન્ય રીતે રાજાઓ યુદ્ધે ચઢે છે ત્યારે યોઆબે સૈનાનું માર્ગદર્શન કરી આમ્મોનના પ્રદેશનો સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો અને પછી તે રાબ્બાહ આવ્યો અને તેને ઘેરો ઘાલ્યો. પણ દાઉદ યરૂશાલેમમાં જ રહ્યો, યોઆબે શહેર પર હુમલો કર્યો અને તે જીતી લીધું. Faic an caibideil |