Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 19:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 દાઉદે કહ્યું, “હું નાહાશના પુત્ર હાનૂન પર કૃપા રાખીશ. કેમ કે તેના પિતાએ મારા પર કૃપા રાખી હતી.” માટે તેણે તેના પિતા ના મૃત્યુ સંબંધી તેને દિલાસો આપવા માટે માણસો મોકલ્યા. દાઉદના સેવકો હાનૂનને દિલાસો આપવા માટે આમ્મોનીઓના દેશમાં તેની પાસે ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 દાવિદ રાજાએ કહ્યું, “નાહાશે મારી સાથે રાખી હતી તેવી વફાદાર મૈત્રી હું હાનુન સાથે પણ રાખીશ.” તેથી હાનુનના પિતાના મૃત્યુ વિશે તેને દિલાસો પાઠવવા દાવિદે સંદેશકો મોકલ્યા. જ્યારે તેઓ આમ્મોનમાં હાનુન રાજા પાસે ગયા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાઉદે કહ્યું, “હું નાહાશના દીકરા હાનૂન પર દયા રાખીશ, કેમ કે તેના પિતાએ પણ મારા પ્રત્યે ભલાઈ રાખેલી હતી.” તેથી દાઉદે તેના પિતાના મરણ સંબંધી તેને દિલાસો આપવા સારુ સંદેશાવાહકોને આમ્મોનીઓના દેશમાં મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દાઉદે વિચાર્યું, “નાહાશે મારા પ્રત્યે દાખવ્યો હતો તેવો સદૃભાવ મારે તેના પુત્ર હાનૂન પ્રત્યે રાખવો જોઇએ.” તેથી દાઉદે હાનૂનના પિતાના મૃત્યુનું આશ્વાસન આપવા માણસો મોકલી આપ્યા. પણ જ્યારે દાઉદના માણસો હાનૂન પાસે આશ્વાસન આપવા આમ્મોન પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 19:2
14 Iomraidhean Croise  

દાઉદે પૂછ્યું, “શું શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે, યોનાથાનની ખાતર હું તેના પર કૃપા બતાવું?”


દાઉદે તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નક્‍કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા શાઉલની સઘળી જાગીર હું તને પાછી આપીશ; અને તું હમેશા મારી મેજ પર ભોજન કરજે.”


તેણે તે [ના ચાકર] ને કહ્યું કે, હવે તેને પૂછ કે, જો, તેં અમારે માટે આ બધી કાળજી ને ચિંતા રાખી છે; તો તારે માટે શું કરીએ? શું તારી એવી ઇચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે માટે ભલામણ કરવામાં આવે?” તેણે ઉત્તર આપ્યો, “હું મારા પોતાના લોકમાં વસું છું.”


આમ્મમનીઓનો રાજા નાહાશ મારણ પામ્યો, ને તેની જગાએ તેનો પુત્ર ગાદીએ બેઠો.


પણ આમ્મોનીઓના આગેવાનોએ હાનૂનને કહ્યું, “શું તમે એમ ધારો છો કે, તમારા પિતાના સન્માનાર્થે દાઉદે તમારી પાસે દિલાસો આપનારાઓને મોકલ્યા છે? શું તેના ચાકરો દેશની તપાસ કરવા, તેને પાયમાલ કરવા તથા દેશની બાતમી કાઢવા માટે તમારી પાસે નથી આવ્યા?”


તે દિવસે મૂસાનું પુસ્તક લોકોના સાંભળતાં વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું મળ્યું કે, આમ્મોનીઓને તથા મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહિ;


હવે ટોબિયા આમ્મોની તેની પડખે ઊભેલો હતો, તેણે કહ્યું, “તેઓ ભલે બાંધે. તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચઢે તોપણ તે તૂટી પડે!”


સાન્બાલાટે, ટોબિયાએ, અરબોએ, આમ્મોનીઓએ, તથા આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમનાં કોટની મરામત ચાલે છે, ને ગાબડાં પુરાવા લાગ્યાં છે, ત્યારે તેઓને બહું ક્રોધ ચઢ્યો.


રાજાએ પૂછ્યું, “એને માટે મોર્દખાયને શું કંઈ માન તથા મોભો આપવામાં આવ્યાં છે?” ત્યારે રાજાના ખિજમતગારોએ કહ્યું, “તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી.”


હવે તેની અંદર એક ગરીબ [પણ] બુદ્ધિમાન માણસ મળી આવ્યો, તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું. પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ.


માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે ઘણા યહૂદીઓ આવ્યા હતા.


દાઉદ સિક્લાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને ત્યાં, એટલે તેના મિત્રોને ત્યાં, મોકલાવીને કહાવ્યું, “જુઓ, યહોવાના શત્રુઓ પાસેથી પડાવી લીધેલી લૂટમાંથી આ ભેટ તમારે માટે,


Lean sinn:

Sanasan


Sanasan