Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 19:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જ્યારે હદારએઝેરના ચાકરોએ જોયું કે, પોતે ઇઝરાયલને હાથે હાર ખાધી છે, ત્યારે તેઓએ દાઉદની સાથે સલાહ કરી, ને તેના તાબેદાર થયા. ત્યાર પછી ફરીથી કદી અરામીઓને આમ્મોનીઓને સહાય કરવાની ઇચ્છા થઈ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 હદાદેઝેરના તાબેદાર રાજાઓએ જોયું કે પોતે ઇઝરાયલીઓને હાથે હાર ખાધી છે, ત્યારે દાવિદ સાથે સંધિ કરીને તેઓ તેને તાબેદાર થયા. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરવા તૈયાર નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જ્યારે હદાદેઝેરના સેવકોએ જોયું કે તેઓ ઇઝરાયલીઓની સામે હારી ગયા છે, ત્યારે તેઓએ દાઉદ સાથે સુલેહ કરી અને તેની સેવા કરી. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરતાં બીવા લાગ્યા. તેથી અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જ્યારે હદારએઝેરના માણસોએ જોયું કે, તેમણે ઇસ્રાએલીઓને હાથે હાર ખાધી છે. ત્યારે તેમણે દાઉદ સાથે સુલેહ કરી અને તેની શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ અરામીઓ આમ્મોનીઓની મદદ કરવા રાજી નહતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 19:19
13 Iomraidhean Croise  

ત્યાર પછી એમ થયું કે આમ્‍મોનપુત્રોનો રાજા મરણ પામ્યો, ને તેની જગાએ તેનો દીકરો હાનૂન રાજ કરવા લાગ્યો.


જ્યારે હદાદેઝેરના બધા તાબેદાર રાજાઓએ જોયું કે આપણે ઇઝરાયલ આગળ હાર ખાધી છે, ત્યારે તેઓ ઇઝરાયલની સાથે સલાહ કરીને તેમના તાબેદાર થયા. તેથી અરામીઓ ત્યાર પછી આમ્મોનપુત્રોની સહાય કરતાં બીતા હતા.


અરામના રાજા બેન-હદાદે પોતાનું આખું સૈન્ય એકત્ર કર્યું. તેની સાથે બત્રીસ રાજા, ઘોડા તથા રથો હતા. તેણે ચઢાઈ કરીને સમરુનને ઘેરી લીધું, ને તેની સામે યુદ્ધ કર્યું.


અને એમ થયું કે [બેન-હદાદ] તથા રાજાઓ તંબુઓમાં મદ્યપાન કરતા હતા એ દરમિયાન તેણે આ સંદેશો સાંભળીને પોતાના ચાકરોને કહ્યું, “વ્યૂહ રચો.” એટલે તેઓએ નગરની સામે વ્યૂહ રચ્યો.


ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો.


ઇઝરાયલે અરામીઓને નસાડ્યા, અને દાઉદે અરામના સાત હજાર રથ માંના યોદ્ધાઓને તથા ચાળીસ હજાર પાયદળ સિપાઈઓને મારી નાખ્યા, ને તેમના સેનાપતિ શોફાખને પણ મારી નાખ્યો.


નવું વર્ષ બેસતાં, જ્યારે રાજાઓ યુદ્ધ કરવા નીકળે છે તે વખતે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો, ને આમ્મોનીઓના દેશને ખેદાન-મેદાન કરી મૂકીને રાબ્બા જઈને તેણે તેને ઘેરી લીધું. પણ દાઉદ યરુશાલેમમાં રોકાયો. યોઆબે રાબ્બાને સર કરીને તેને પાયમાલ કર્યું.


કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય [રૂપી પટો] બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારાને તમે મારે તાબે કર્યા છે.


મારે વિષે સાંભળતાં જ તેઓએ મારું માન્યું; પરદેશીઓ મારે શરણે આવ્યા.


કેમ કે તે કહે છે, ‘મારા સર્વ સરદાર રાજાઓ નથી?


Lean sinn:

Sanasan


Sanasan