Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 18:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દાઉદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર સવારો તથા વીસ હજાર પાયદળ સિપાઈઓ લઈ લીધા. તેણે રથોના સર્વ ઘોડાઓની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથોને માટે જોઈતા ઘોડા રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 દાવિદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર ઘોડેસ્વારો અને પાયદળના વીસ હજાર સૈનિકો લઈ લીધા. તેણે સો રથો માટે જરૂરી ઘોડા રાખ્યા. જ્યારે બાકીના બીજા ઘોડાઓના પગની નસો કાપી નાખીને તેમને લંગડા કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દાઉદે તેની પાસેથી તેના એક હજાર રથો, સાત હજાર ઘોડેસવારો અને વીસ હજાર પાયદળ સૈનિકોને કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાના પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના સો રથોને માટે પૂરતા ઘોડાઓનો બચાવ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 18:4
11 Iomraidhean Croise  

મારા જીવ, તેઓની સભામાં ન જા; મારા ગૌરવ, તેઓની મંડળીમાં સામેલ ન થા. કેમ કે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યું, ને ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખી [તેને લંગડો કર્યો].


અને દાઉદે તેની પાસેથી એક હજાર [રથો] ને સાતસો સવારો તથા વીસ હજાર પાયદળ લઈ લીધાં. અને દાઉદે રથના સર્વ ઘોડાના પાછલા પગની નસો કાપી નાખી, પણ તેઓમાંથી એકસો રથને માટે [જોઈતા ઘોડા] જીવતા રાખ્યા.


સુલેમાને રથો તથા સવારોનો [પુષ્કળ] જમાવ કર્યો. તેની પાસે એક હજાર ચારસો રથ તથા બાર હજાર ઘોડેસવારો હતા. તેણે તેઓને રથોનાં નગરોમાં તથા યરુશાલેમમાં રાજાની પાસે રાખ્યા.


તેના મુખ્ય અમલદારો આ હતા : સાદોકનો દીકરો અઝાર્યા, યાજક;


સોબાનો રાજા હદારએઝેર ફ્રાત નદી ઉપર પોતાનો જયસ્તંભ ઊભો કરવા માટે જતો હતો, તે વખતે દાઉદે તેને હમાથ આગળ હરાવ્યો.


દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદારએઝેરની મદદે આવ્યા, ત્યારે દાઉદે અરામાના બાવીસ હજાર પુરુષોને કતલ કર્યા.


કોઈ રથ પર [ભરોસો રાખે છે] અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.


ફક્ત એટલું જ કે તે પોતાના માટે ઘોડાનો જથો વધારવાની મતલબથી લોકોને તે મિસરમાં પાછા ન મોકલે; કેમ કે યહોવાએ તમને કહ્યું છે કે, તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, તેઓથી બીશ નહિ; કેમ કે કાલે આ વખતે હું ઇઝરાયલને તેઓ સર્વને મરી ગયેલાં સોંપીશ. તારે તેઓના ઘોડાઓની જાંઘની નસો કાપી નાખવી, ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખવા.


અને યહોવાએ યહોશુઆને કહ્યું હતું તેમ તેણે તેઓને કર્યું:તેણે તેઓના ઘોડાઓની જાંઘની નસો કાપી નાખી, ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan