Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 18:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી સરુયાના પુત્ર અબીશાયે મીઠાના નીચાણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 અબિશાય જેની માતાનું નામ સરુયા હતું, તેણે ‘મીઠાની ખીણ’માં અદોમીઓને હરાવ્યા અને તેમના અઢાર હજાર માણસો મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સરુયાના પુત્ર અબિશાયે મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 18:12
23 Iomraidhean Croise  

અને બાકીના માણસોને તેણે પોતઆના ભાઈ અબિશાયના હાથ નીચે સોંપ્યા, ને તેણે તેઓને આમ્‍મોનપુત્રોની સામે વ્યૂહમાં ગોઠવ્યા.


આમ્‍મોનપુત્રોએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે અબિશાયની આગળથી તેઓ પણ નાસીને નગરમાં પેસી ગયા. પછી યોઆબ આમ્‍મોનપુત્રોની પાછળથી પાછો વળીને યરુશાલેમ પાછો આવ્યો.


અને દાઉદે અબિશાયને કહ્યું, “હવે બિખ્રીનો દિકરો શેબા આપણને આબ્શાલોમના કરતાં વધારે નુકશાન કરશે, તું તારા ધણીના ચાકરોને લઈને તેની પાછળ પડ, નહિ તો તે પોતાને માટે કોટવાળાં નગરો કબજે કરશે, ને આપણી દષ્ટિમાંથી સટકી જશે.”


પણ સરુયાના દીકરા અબિશાયે તેની વહારે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, “તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહિ, રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”


સરુયાનો દિકરો, યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો ત્રણસો માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા, ને એ ત્રણેમાં નામના કરી.


એમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, કેમ કે તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો.


તે મારા નામને માટે ઘર બાંધશે, ને તેનું રાજ્યાસન હું સદાને માટે સ્થાપિત કરીશ.


દાઉદ જ્યારે અદોમમાં હતો, ને યોઆબ સેનાપતિ મારી નંખાયેલાને દાટવા ત્યાં ગયો હતો, ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યો હતો.


તેણે દશ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા. અને યુદ્ધ કરીને તેણે સેલા જીતી લીધું, ને તેનું નામ યોકતેલ પાડ્યું, તે આજ સુધી છે.


યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણમાંનો મુખ્ય હતો; કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખીને એ ત્રણમાં નામ મેળવ્યું.


વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું.


તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં, અને સર્વ અદોમીઓ દાઉદના તબેદાર થયા. અને દાઉદ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં યહોવા તેને જય અપાવતા.


બાકીના લોકોને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી નીચે સોંપ્યા, ને તેઓએ આમ્મોનીઓની સામે વ્યૂહ રચ્યો.


તેમની બહેનો સરુયા તથા અબિગાઇલ હતી. સરુયાના પુત્રો:અબિશાય, યોઆબ તથા અસાહેલ, એ ત્રણ.


અમાસ્યાએ હિમ્મત રાખીને પોતાના સૈનિકોને મીઠાના મેદાન સુધી લઈ જઈને સેઈરના દશ હજાર માણસોનો સંહાર કર્યો.,


હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.


તમે દેશને ધ્રુજાવ્યો છે, તમે તેને ચીરી નાખ્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.


ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.


ત્યારે અબીશાયે દાઉદને કહ્યું, “ઈશ્વરે આજે તમારા શત્રુને તમારા હાથમાં સોંપી દીધો છે. તો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંયભેગો કરવા દો, ને હું તેને બીજી વાર નહિ મારું.”


Lean sinn:

Sanasan


Sanasan