Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. અને પૃથ્વી પર જે મહાન પુરુષો થયા છે તેઓના જેવી હું તારી કીર્તિ વધારીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, અને તારી આગળ તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. પૃથ્વીના મહાપુરુષોની જેમ હું તારું નામ વિખ્યાત બનાવીશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને તું જ્યાં કહીં ગયો, ત્યાં હું તારી સાથે રહ્યો છું, તારી આગળથી તારા શત્રુઓનો મેં નાશ કર્યો છે. હવે પછી હું તને પૃથ્વીના મહાન પુરુષો જેવો વિખ્યાત બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તું જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરૂષો જેવો વિખ્યાત બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:8
24 Iomraidhean Croise  

અને જો, હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ; કેમ કે જે મેં તને કહ્યું છે, તે પૂરું કર્યા વગર હું તને નહિ મૂકીશ.”


દાઉદને યહોવાએ તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તે આ ગીતના શબ્દો યહોવા આગળ બોલ્યો;


અને જ્યાં જ્યાં તું ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નષ્ટ કર્યા છે. અને પૃથ્વી પરના મહાન પુરુષોના નામ જેવું તારું નામ પણ હું મહાન કરીશ.


પછી દમસ્કસના અરામમાં દાઉદે થાણાં બેસાડ્યાં. અને અરામીઓ દાઉદના તાબેદાર થયા, ને તેને ખંડણી આપવા લાગ્યા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાએ તેને ફતેહ પમાડી.


અને હાદાદેઝેરનાં બેતા તથા બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ પિત્તળ લીધું.


ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ, અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો.


હે ઈશ્વર એ પણ તમારી ર્દષ્ટિમાં જૂજ જેવું લાગ્યું. હવે તમારા સેવકના કુટુંબ સંબધી લાંબા કાળ વિષે તમે વચન આપ્યું છે. હે યહોવા, ઈશ્વર, તમે મને ઉચ્ચ પદવીના માણસની પંક્તિમાં મૂક્યો છે.


નાથાને તેને કહ્યું, “તમારા અંત:કરણમાં જે કંઈ હોય તે કરો; કેમ કે ઈશ્વર તમારી સાથે છે.”


માટે હવે તું મારા સેવક દાઉદને કહે, સૈન્યોના યહોવા એમ કહે છે કે, મેં તને મારા ઇઝરાયલ લોકો ઉપર અધિકારી થવાને રબારીવાડમાંથી, તું ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી, બોલાવી લીધો.


હું મારા ઇઝરાયલ લોકને માટે જગા ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે, તેઓ પોતાના સ્થળમાં રહે ને ફરીથી તેમને કદી કોઈ ખસેડે નહિ.


યરુશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓને નદી પારના આખા [દેશ] પર હકૂમત‍ ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા.


હે યહોવા, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ રાખું છું.


સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


તમે મારું મહત્‍ત્વ વધારો, અને પાછા ફરીને મને દિલાસો આપો.


પણ ઈશ્વર છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.


તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને તેમણે દીન જનોને ઊંચા કર્યા છે.


દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો; અને યહોવા તેની સાથે હતા.


અને શાઉલે જોયું ને જાણ્યું કે યહોવા દાઉદની સાથે છે; અને શાઉલની દીકરી મિખાલને તેની સાથે પ્રેમ થયો હતો.


વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan