Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તમારા ઇઝરાયલ લોકના જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેઓને પોતાની પ્રજા [કરવા] માટે ખંડી લેવાને [તેઓનો] દેવ ગયો હોય, અને તમારા લોક જેઓને તમે મિસરમાંથી ખંડી લાવ્યા તેઓની આગળથી [બીજી] પ્રજાઓને હાંકી કાઢીને તથા મહાન ને ભયંકર કૃત્યો કરીને તે પોતાના નામનો [મહિમા] વધારે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 “તમારા લોક ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કોઈ પ્રજા નથી, કે જેમને તમે પોતાના લોક બનાવવા માટે ગુલામીમાંથી મુક્ત કર્યા હોય. ઇઝરાયલી લોકને તો ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને તેઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તમે બીજી પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી; એ માટે તમે કરેલાં મહાન અને આશ્ર્વર્યજનક કાર્યોથી સમસ્ત દુનિયામાં તમારી નામના ફેલાઈ ગઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પૃથ્વી પર તમારા લોક ઇઝરાયલ કે જેને તમે, ઈશ્વર, મહાન અને અદ્દભુત કૃત્યો કરીને, પોતાના નામના મહિમા સારુ મિસરમાંથી છોડાવ્યા હોય, તેના જેવી બીજી કઈ પ્રજા છે? તમારા લોક જેઓને તમે મિસરમાંથી છોડાવી લાવ્યા તેઓની આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પૃથ્વીના પટ પર તમારા ઇસ્રાએલી લોકો જેવા કોઇ લોકો છે ખરા, જેમનો ગુલામીમાંથી ઉધ્ધાર કરી, પોતાના કરી લેવા માટે દેવ જાતે ગયા હોય, જેમને માટે તમે મહાન અને ભીષણ કાર્યો કર્યા હોય, જેમને મિસરમાંથી છોડાવી લાવી તેમના માર્ગમાંથી અનેક પ્રજાઓને હાંકી કાઢી હોય?

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:21
29 Iomraidhean Croise  

હે યહોવા, અમારા સાંભળવા પ્રમાણે તમારા જેવા બીજા કોઈ નથી, ને તમારા સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.


તમે તમારા ઇઝરાયલ લોકોને સદાને માટે તમારા પોતાના લોક ગણ્યા છે. અને તમે, યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છે તે સર્વકાળ માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો.


તમે ફારુન પર, તેના સર્વ ચાકરો પર, અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્‍નો તથા ચમત્કારો દેખાડ્યાં; કારણ કે તમે જાણતા હતા કે, તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા; અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું.


એ પ્રમાણે યહોવાના છોડાવેલાઓએ બોલવું, એટલે જેઓને તેમણે શત્રુના હાથમાંથી છોડાવ્યા;


તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે; અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.


તે કોઈ બીજી પ્રજાની સાથે આવી રીતે વર્ત્યા નથી; તેઓએ તેમનાં ન્યાયાશાસનો જાણ્યાં નહિ. યહોવાની સ્‍તુતિ કરો.


હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.


તમે તમારા બાહુથી પોતાના લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના પુત્રોને છોડાવ્યા છે. (સેલાહ)


એ માટે ઇઝરાયલીઓને કહે, ‘હું યહોવા છું. ને મિસરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ, ને હું તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ, ને લંબવેલા હાથ વડે તથા મહાન ન્યાયકૃત્યો વડે હું તમને છોડાવીશ.


મારા પોતાના નામની ખાતર હું મારો કોપ શમાવીશ, ને મારી સ્તુતિને અર્થે તારા પ્રત્યે મારા [રોષને] હું કબજામાં રાખીશ કે, જેથી હું તને નાબૂદ ન કરું.


જેમણે મૂસાને જમણે હાથે પોતાનો પ્રતાપી ભુજ ચાલતો રાખ્યો હતો, જેમણે પોતાને માટે અમર નામ કરવાને અમારી આગળ [સમુદ્રના] પાણીના બે ભાગ કર્યા,


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


અમારી કલ્પનામાં નહિ આવે એવાં ભયંકર કામો તમે કરતા હતા, ત્યારે તમે ઊતર્યા, પર્વતો તમારી આગળ કંપી ઊઠયા!


ચિહ્નોથી, ચમત્કારોથી, બળવાન હાથથી તથા લાંબા કરેલા ભુજથી મોટું ભય બતાવીને તમે તમારા લોક ઇઝરાયલને મિસર દેશમાંથી કાઢી લાવ્યા.


અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને છોડાવ્યો; એમાટે આ આજ્ઞા હું આજે તને આપું છું.


કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવા આપણા ઈશ્વર આપણે તેમની વિનંતી કરીએ ત્યારે આપણી સાથે રાખે છે?


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan