Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની પાસે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા સંતાનને તારી જગાએ સ્થાપિત કરીશ.તારા પુત્રોમાંથી જે રાજા થશે તેનું રાજ હું કાયમ રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તારું આયુષ્ય પૂરું થતાં તું તારા પૂર્વજો સાથે મળી જઈશ ત્યારે તારા પુત્રોમાંના એકને હું રાજા બનાવીશ અને તેના રાજ્યને દૃઢ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એમ થશે કે તારા દિવસો પૂરા થતાં તારે તારા પિતૃઓની સાથે જવું પડશે, ત્યારે હું તારા પછી તારા વંશજોને તારી જગ્યાએ સ્થાપિત કરીશ અને તારા વંશજોમાંથી જે રાજા થશે તેનું રાજ્ય હું કાયમ રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “‘અને જ્યારે તારો સમય પૂરો થશે અને જઇને તું તારા પિતૃઓની સાથે જોડાઇશ, ત્યારે હું તારા સગા પુત્રને ગાદીએ બેસાડીશ અને તેના રાજ્યને સુરક્ષિત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:11
21 Iomraidhean Croise  

પણ તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે; અને તું ઘણો ઘરડો થયા પછી દટાશે.


નહિ તો મારા મુરબ્બી રાજા પોતાના પિતૃઓની સાથે ઊંઘી જશે, ત્યારે એમ થશે કે હું તથા મારો દીકરો સુલેમાન અપરાધી ગણાઈશું.”


દાઉદ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો


પણ તું તે મંદિર બાંધીશ નહિ; પણ તારી કમરમાંથી નીકળનાર તારો દીકરો મારા નામને અર્થે મંદિર બાંધશે.’


અને યહોવાએ પોતાનું બોલેલું એ વચન સ્થાપિત કર્યું છે; કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો થયો છું, ને યહોવાએ આપેલા વચન પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું ને ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને અર્થે મેં મંદિર બાંધ્યું છે.


પહેલાંની માફક તથા જે સમયે મેં ન્યાયાધીશોને મારા ઇઝરાયલ લોકોનું ઉપરીપણું કરવાનો હુકમ કર્યો ત્યારથી થતું આવ્યું છે તેમ, હવે પછી દુષ્ટ માણસો તેમનો ક્ષય કરશે નહિ. અને હું તારા સર્વ શત્રુઓને વશ કરીશ. વળી હું તને કહું છું કે, યહોવા તારું કુટુંબ કાયમ રાખશે.


તે મારે માટે મંદિર બાંધશે, ને હું સદાકાળ તેનું રાજ્યાસન કાયમ રાખીશ.


ઇઝરાયલ ઉપર યહોવાનું જે રાજ્ય તેના આસન પર બેસવાને તેમણે મારા સર્વ પુત્રોમાંથી (કેમ કે યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે), મારા પુત્ર સુલેમાનને જ પસંદ કર્યો છે.


અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.


આયુષ્ય, ધન તથા માનથી પરિપૂર્ણ થઈને તે ઘણી વૃદ્ધાવસ્થામાં મરણ પામ્યો. અને તેને સ્થાને તેના પુત્ર સુલેમાને રાજ કર્યુ.


પરંતું તારે તે મંદિર બાંધવું નહિ, પણ તેને જે પુત્ર થશે તે મારા નામને માટે મંદિર બાંધશે.’


યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.


હે યહોવા, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; વળી સંતોની મંડળીમાં તમારું વિશ્વાસુપણું [વખાણવામાં આવશે].


કેમ કે યહોવા કહે છે કે, ઇઝરાયલના લોકોના રાજ્યાસન બેસનાર પુરુષની દાઉદના વંશમાં કદી ખોટ પડશે નહિ.


કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની પડખે મૂકવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


ભાઈઓ, [આપણા] પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દટાયો પણ છે, અને તેની કબર આજ સુધી આપણે ત્યાં છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે. અને આ લોકો ઊઠશે, ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે, ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે.


Lean sinn:

Sanasan


Sanasan