Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 16:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેઓએ ઈશ્વરના કોશને અંદર બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 તેમણે કરારપેટી લાવીને તેને માટે દાવિદે તૈયાર કરેલા મંડપમાં તેને મૂકી. પછી તેમણે ઈશ્વરને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેઓએ ઈશ્વરના કોશને અંદર લાવીને, તેને માટે દાઉદે બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાઉદે બાંધેલા નવા મંડપમાં દેવનો કોશ લાવવામાં આવ્યો અને દેવની સમક્ષ દહનાર્પણ અને શાંત્યર્પણ ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 16:1
14 Iomraidhean Croise  

અને સુલેમાન જાગ્યો, તો જુઓ એ તો સ્વપ્ન હતું. અને તે યરુશાલેમ આવ્યો, ને યહોવાના કરારકોશ આગળ ઊભો રહીને તેણે દહનીયાર્પણ ચઢાવ્યાં, તથા શાંત્યર્પણ કર્યા, ને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી


પછી રાજાએ તથા તેની સાથે સર્વ ઇઝરાયલે યહોવાને બલિદાન આપ્યાં.


દાઉદનગરમાં [દાઉદે] પોતાને માટે મહેલો બનાવ્યા. અને તેણે ઈશ્વરના કોશને માટે જગા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.


અને તેઓને કહ્યું, “એ તમે લેવીઓનાં [કુટુંબોના] મુખ્ય માણસો છો, તમે તથા તમારા ભાઈઓ બન્ને પોતાને શુદ્ધ કરો, અને મેં ઇઝરાયલના ઈશ્વર યહોવાના કોશને માટે જે જગા તૈયાર કરી છે ત્યાં તેને લઈ આવો.


તેણે યહોવાના કોશને માટે તૈયાર કરેલી જગાએ તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.


જ્યારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો.


લેવીના પુત્રો:ગેર્શોન, કહાથ તથા મરારી.


પણ દાઉદે ઈશ્વરના કોશને માટે [જે જગા] તૈયાર કરી હતી ત્યાં તે તેને કિર્યાથ-યારીમથી લાવ્યો હતો; કેમ કે તેણે તેને માટે યરુશાલેમમાં તંબુ માર્યો હતો.


હે યહોવા, તમે તમારા સામર્થ્યના કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.


અને શાંત્યર્પણોના યજ્ઞમાંથી તે યહોવાને માટે હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી તથા તેની પુષ્ટ પૂછડી આખીને આખી કરોડના હાડકાંને લગોલગથી તે કાપી લે. અને આંતરડાંની આસપાસની ચરબી, તથા આંતરડાં પરની બધી ચરબી.


Lean sinn:

Sanasan


Sanasan