૧ કાળવૃત્તાંત 15:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જ્યારે યહોવાનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કરીને દાઉદ રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેનો તિરસ્કાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 કરારપેટી શહેરમાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી દાવિદને આનંદથી નાચતોકૂદતો જોયો, અને તેને તેના પર નફરત આવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને એ જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ. Faic an caibideil |
હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.