Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 15:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જ્યારે ઈશ્વરે યહોવાનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંનું બલિદાન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 પ્રભુની કરારપેટી ઉપાડવામાં ઈશ્વર લેવીઓની મદદ કરે તે માટે તેમણે સાત આખલા અને સાત ઘેટાંનું બલિદાન આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 યહોવાના કરારકોશ ઊંચકનારા લેવીઓને જ્યારે દેવે સહાય કરી ત્યારે તેઓએ તેને સાત બળદો તથા સાત ઘેટાનું અર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 15:26
12 Iomraidhean Croise  

અને એમ થયું કે ઈશ્વરનો કોશ ઊંચકનારા છ ડગલાં ચાલ્યા, એટલે તેણે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.


હું તથા મારા લોક કોણ માત્ર કે આવી રીતે ઘણી રાજીખુશીથી અર્પણ કરવાને અમે શક્તિમાન હોઈએ? [અમારી પાસે જે કંઈ છે તે] સર્વ તમારી પાસેથી મળેલું છે, ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે.


તેથી તમારે માટે સાત ગોધા અને સાત ઘેટા લો, અને મારા સેવક અયૂબ પાસે જઈને પોતાને માટે દહનીયાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે. તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહિ કરું. મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ મારે વિષે જે ખરું છે તે તમે બોલ્યા નથી.


એ પર્વના સાત દિવસ તે યહોવાને માટે દહનીયાર્પણ રજૂ કરે, એટલે સાત દિવસ દરરોજ ખોડખાંપણ વગરના સાત ગોધા તથા મેંઢા, ને પાપાર્થાર્પણને માટે દરરોજ એક બકરો [રજૂ કરે]


અને બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદી બાંધ, ને અહીં મારે માટે સાત બળદ તથા સાત ઘેટા તૈયાર કર.”


અને સાતમે દિવસે સાત ગોધા, બે ઘેટા, ને પહેલા વર્ષના ચૌદ ખોડખાંપણ વગરના નર હલવાન [ચઢાવો].


પરંતુ ઈશ્વરની સહાય મળવાથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાનામોટાને સાક્ષી આપતો આવ્યો છું. અને પ્રબોધકો તથા મૂસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી.


પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?


કોઈ પણ બાબત [નો નિર્ણય] અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા ઈશ્વર તરફથી છે.


ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”


Lean sinn:

Sanasan


Sanasan