Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 13:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેથી યહોવાનો કોપ તેના પર સળગી ઊઠ્યો; અને યહોવાએ એને શિક્ષા કરી, ને ત્યાં ઈશ્વર આગળ એ મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તરત જ ઉઝ્ઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને કરારપેટીને અડકવા બદલ તેને મારી નાખ્યો. તે ત્યાં ઈશ્વરની સમક્ષ મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી યહોવાહનો કોપ ઉઝઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે કોશને અડક્યો તેથી યહોવાનો રોષ તેના પર ભભૂકી ઊઠયો. તેમણે ઉઝઝાને માર્યો અને તે દેવ સમક્ષ મૃત્યુ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 13:10
10 Iomraidhean Croise  

યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યા, તેથી દાઉદને ખોટું લાગ્યું, તેથી તે જગાનું નામ તેણે “પેરેસ-ઉઝ્ઝા પાડ્યું. આજ સુધી તે નામ ચાલે છે.


તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”


યહોવાના વચન પ્રમાણે મૂસાએ જેમ આજ્ઞા આપી હતી, તેમ લેવી પુત્રોએ પોતાની ખાંધ પર ઈશ્વરનો કોશ તેની અંદરના દાંડા વડે ઉપાડ્યો.


અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.


અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે.


અને નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને સાત યાજકો યહોવાના કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે.”


અને બેથ-શેમેશના માણસોએ યહોવાના કોશમાં જોયું, તેથી તેણે તે લોકોમાંના પચાસ હજાર ને સિત્તેરને માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ઘાણ વાળ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan