૧ કાળવૃત્તાંત 12:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ગાદીઓમાંથી જેઓ શૂરવીર તથા યુદ્ધમાં કુશળ ને ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ, ને પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો, જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 દાવિદ વેરાનપ્રદેશમાં ગઢમાં હતો ત્યારે તેના સૈન્યમાં ગાદના કુળમાંથી જોડાનાર યુદ્ધકુશળ શૂરવીર સૈનિકોનાં નામ આ છે. તેઓ ઢાલ અને ભાલા વાપરવામાં પાવરધા હતા. વળી, સિંહના જેવા વિકરાળ અને પહાડી હરણના જેવા ચપળ હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ગાદ કુલસમૂહના પણ કેટલાક માણસો શાઉલને છોડીને વગડાના ગઢમાં દાઉદની સાથે ભળી ગયા. તેઓ બળવાન અને કેળવાયેલા યોદ્ધાઓ હતા. અને ભાલો અને ઢાલ વાપરવામાં પાવરધા હતા. તેઓ સિંહ જેવા વિકરાળ અને પર્વત પરનાં હરણો જેવા ચપળ હતા. Faic an caibideil |
પછી અમસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા, ને તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયા તથા બિન્યામીનને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નમ્યા. તણે તેઓની, એટલે વીસ વર્ષના તથા તેથી ઉપરનાઓની, ગણતરી કરી, તો ભાલા તથા ઢાલ વાપરી શકે એવા તથા યુદ્ધમાં જઈ શકે એવા ચૂંટી કાઢેલા ત્રણ લાખ માણસો નીકળ્યા.