૧ કાળવૃત્તાંત 12:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 વળી તેઓ તેઓની પાસેના હતા, એટલે ઈસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડા પર, ઊંટો પર, ખચ્ચરો પર તથા બળદો પર ખોરાક, એટલે રોટલી, અંજીરનાં ચકતાં, દ્રાક્ષાની લૂમો, દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા. વળી ગોધાઓ તથા પુષ્કળ ઘેટાં પણ લાવ્યા હતા; કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઇ રહ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 વળી, છેક ઉત્તરના ઇસ્સાખાર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળોમાંથી તેમના પડોશીબધુંઓ પણ ગધેડાં, ઊંટો, ખચ્ચર અને બળદો પર લોટ અને ખારેક, અંજીરનાં ચક્તાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ લાદીને લાવ્યા હતા. કાપીને ખાવા માટે તેઓ પશુ અને ઘેટાં પણ લાવ્યા હતા. કારણ, આખા ઇઝરાયલ દેશમાં આનંદ વ્યાપી રહ્યો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 વળી જેઓ તેઓની પાસેના હતા એટલે ઇસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડાં પર, ઊંટો પર, ખચ્ચરો પર, બળદો પર ખોરાક એટલે રોટલી, દ્રાક્ષની લૂમો, અંજીરના ચકતાં, દ્રાક્ષારસ, તેલ, ગધેડાંઓ તથા ઘેટાં પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ40 પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો. Faic an caibideil |