Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 12:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 તેઓએ ખાઇપીને ત્રણ દિવસ સુધી ત્યાં દાઉદની સાથે આનંદ કર્યો; કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરી રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 તેઓ દાવિદ સાથે ત્રણ દિવસ રહ્યા અને ખાઈપીને ઉત્સવ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તેઓ ખાઈપીને ત્યાં ત્રણ દિવસ સુધી દાઉદની સાથે રહ્યા, કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 તેઓએ દાઉદ સાથે ત્રણ દિવસ ઉજાણી માણી કારણકે તેઓ માટે પૂરી તૈયારી કરવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 12:39
8 Iomraidhean Croise  

અને તેણે તેઓને માટે મિજબાની કરી, ને તેઓએ ખાધું ને પીધું.


ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા. અને તેઓએ રોટલી ખાધી, ને તેઓ આખી રાત પહાડ પર રહ્યા.


શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


યહૂદિયાના સર્વ માણસોએ ઇઝરાયલના માણસોને ઉત્તર આપ્યો, “રાજા અમારા નિકટના સગા થાય છે તે માટે; આ બાબતમાં તમને રીસ કેમ ચઢે છે? શું અમે રાજાના પદરનું કંઈ ખાધું છે? અથવા શું તેમણે અમને કંઈ બક્ષિસ આપી છે?”


તેણે સર્વ લોકોને, એટલે ઇઝરાયલના આખા સમુદાયને, પુરુષને તેમ જ સ્‍ત્રીને, એક એક રોટલી, કેટલુંક [માંસ] , તથા સૂકી દ્રાક્ષા વહેંચી આપ્યાં. પછી સર્વ લોક પોતપોતાના ઘેર ગયા.


દાઉદના મુખ્ય યોદ્ધાઓ નીચે પ્રમાણે છે: તેઓ ઇઝરાયલ વિષેના યહોવાના વચન પ્રમાણે તેને રાજા કરવા માટે સર્વ ઇઝરાયની સામે મક્કમપણે તેના રજ્યમાં તેની પડખે રહ્યા.


એ સર્વ લડવૈયા તથા વ્યૂહ રચી શકે એવા પુરુષો, દાઉદને સર્વ ઇઝરાયલ પર રાજા કરવા માટે એકદિલ થઈને હેબ્રોન આવ્યા. બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ એક જ મતના હતા.


વળી તેઓ તેઓની પાસેના હતા, એટલે ઈસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડા પર, ઊંટો પર, ખચ્ચરો પર તથા બળદો પર ખોરાક, એટલે રોટલી, અંજીરનાં ચકતાં, દ્રાક્ષાની લૂમો, દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા. વળી ગોધાઓ તથા પુષ્કળ ઘેટાં પણ લાવ્યા હતા; કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઇ રહ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan