Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 12:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 એ સર્વ લડવૈયા તથા વ્યૂહ રચી શકે એવા પુરુષો, દાઉદને સર્વ ઇઝરાયલ પર રાજા કરવા માટે એકદિલ થઈને હેબ્રોન આવ્યા. બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ એક જ મતના હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 આ બધા શૂરવીર લડવૈયા દાવિદને સમસ્ત ઇઝરાયલ પર રાજા બનાવવાનો દૃઢ નિશ્ર્વય કરી હેબ્રોન આવ્યા હતા. બધા ઇઝરાયલીઓ પણ દાવિદને રાજા બનાવવાની બાબતમાં એકમત હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 સર્વ લડવૈયા તથા યુદ્ધને માટે તૈયાર એવા માણસો દાઉદને સર્વ ઇઝરાયલ ઉપર રાજા બનાવવાના દ્રઢ ઇરાદાથી હેબ્રોનમાં આવ્યા હતા. દાઉદને રાજા બનાવવા માટે બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ સંમત હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 આ સર્વ યોદ્ધા શસ્ત્ર સાથે શજ્જ થઇને દાઉદને ઇસ્રાએલનો રાજા બનાવવાના એકમાત્ર હેતુથી હેબ્રોન આવ્યા હતા. એકંદરે ઇસ્રાએલના સર્વ નેતાઓ આવું ઇચ્છતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 12:38
13 Iomraidhean Croise  

કેમ કે સુલેમાનની વૃદ્ધાવસ્થામાં એમ થયું કે તેની પત્નીઓએ તેનું હ્રદય અન્ય દેવો તરફ ફેરવી નાંખ્યું.અને તેનું હ્રદય તેના પિતા દાઉદના હ્રદયની જેમ તેના ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ ન હતું.


માટે આપણા ઈશ્વર યહોવાના વિધિઓ પ્રમાણે ચાલવા તથા તેમની આજ્ઞાઓ પાળવા તમારાં હ્રદયો તેમની પ્રત્યે આજની માફક સંપૂર્ણ રહો, ”


હે યહોવા, હું તમારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલ્યો છું, ને તમારી ર્દષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તમે સ્મરણ કરો.”પછી હિઝકિયા બહુ રડ્યો.


ઝબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા સર્વ પ્રકારનાં યુદ્ધશસ્ત્રો સહિત વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર; તેઓ વ્યવસ્થા કરી શકે એવા તથા એકદિલ હતા.


યર્દનને પેલે પાર રુબેનીઓમાંથી, ગાદીઓમાંથી તથા મનાશ્શાના અર્ધકુળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત, એક લાખ વીસ હજાર હતા.


તેઓએ ખાઇપીને ત્રણ દિવસ સુધી ત્યાં દાઉદની સાથે આનંદ કર્યો; કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરી રાખી હતી.


વળી યહોવાના વચન દ્વારા રાજાની તથા આગેવાનોની [આપેલી] આજ્ઞા પ્રમાણે કરવા માટે ઈશ્વરે યહૂદિયાના માણસોને એકદિલ કર્યા હતા.


હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.


તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


હું તેઓને એક અંત:કરણ આપીશ, ને હું તમારામાં એક નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હ્રદય દૂર કરીને તેમને માંસનું હ્રદય આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan