Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 12:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના [કેટલાક] દાઉદની પાસે ગઢમાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 એકવાર બિન્યામીન અને યહૂદાના કુળમાંથી કેટલાક માણસો દાવિદની પાસે ગઢમાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 બિન્યામીનના તથા યહૂદાના પુત્રોમાંના કેટલાક દાઉદની પાસે ગઢમાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 બિન્યામીન અને યહૂદાના કુલસમૂહના કેટલાંક માણસો ગઢમાં દાઉદ પાસે આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 12:16
8 Iomraidhean Croise  

દાઉદ ત્યારે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહેમમાં હતું.


પહેલા માસમાં યર્દન [નદી] પોતાના કાંઠા પર થઈને છલકાઈ ગઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, ને જેઓએ પુર્વના તથા પશ્ચિમના નીચાણના પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.


દાઉદ નીકળીને તેઓને મળવા ગયો, ને તેઓને કહ્યું, “જો તમે મને સહાય કરવા માટે સલાહશાંતિથી મારી પાસે આવ્યા હો, તો મારું હ્રદય તમારી સાથે એક ગાંઠ થશે; પણ હું નિર્દોષ છતાં, જો મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે [તમે આવ્યા હો] , તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો.”


ગાદીઓમાંથી જેઓ શૂરવીર તથા યુદ્ધમાં કુશળ ને ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ, ને પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો, જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.


ત્યાં તેઓનો અધિકારી નાનો બિન્યામીન છે, યહૂદાના સરદારો [અને] તેઓની સભા, ઝબુલોનના સરદારો અને નફતાલીના સરદારો [પણ ત્યાં છે].


અને કોશ ઊંચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા, ને કોશ ઊંચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા, (કેમ કે કાપણીની આખી ઋતુઓ યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી, )


અને તે તેઓને મોઆબના રાજાની હજૂરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા.


ત્યારે શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “હે બિન્યામીનીઓ, સાંભળો, શું યિશાઈનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આપશે, શું તે તમ સર્વને સહસ્‍ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે કે,


Lean sinn:

Sanasan


Sanasan