Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 11:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે તેઓએ તે ખેતરમાં ઊભા રહીને તેનો બચાવ કર્યો, ને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ મોટો જય કરીને તેઓને બચાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તે અને તેના માણસો ખેતરની મધ્યે અડીખમ રહી પલિસ્તીઓ સાથે લડયા. પ્રભુએ તેને મહાન વિજય પમાડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પણ એલઆઝાર ભાગ્યો નહિ અને તેણે પલિસ્તીઓ પર હુમલો કર્યો. યહોવાએ તેને ભવ્ય વિજ્ય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 11:14
9 Iomraidhean Croise  

તે ઊઠ્યો, ને તેનો હાથ થાકી જઈને તરવાર સાથે સળગી રહ્યો, ત્યાં સુધી તેણે પલિસ્તીઓને માર્યા. યહોવાએ તે દિવસે મોટો જ્ય પમાડ્યો. અને લોકો તો તેની પાછળ ફક્ત લૂટવા ગયા.


હવે અરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો; કેમ કે તેની મારફતે યહોવાએ અરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો. [પણ તે] કોઢિયો [હતો].


પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા હતા; અને લોકો એમની આગળથી નાસતા હતા.


ત્રીસ મુખ્યમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યે રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.


તે રાજાઓને તારણ આપનાર છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.


તે પોતાના રાજાને વિજય આપે છે; અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.


ઘોડો યુદ્ધના દિવસને માટે તૈયાર કરવામાં આવે છે; પણ ફતેહ તો યહોવાથી જ [મળે] છે.


એમ યહોવાએ તે દિવસે ઇઝરાયલનો બચાવ કર્યો. અને લડાઈ બેથ-આવેન પાસે થઈને આગળ ચાલી.


કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લ ઈને પેલા પલિસ્તીને મારી નાખ્યો, ને યહોવાએ સર્વ ઇઝરાયલને માટે મોટી ફતેહ મેળવી. તમે તે જોયું, ને તમને હર્ષ થયો. તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ [માણસનું] લોહી વહેવડાવીને શા માટે તમારે અપરાધ કરવો?”


Lean sinn:

Sanasan


Sanasan