૧ કાળવૃત્તાંત 10:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેની ઉપરથી તેઓએ બધું ઉતારી લીધું, તેનું માથું કાપી નાખ્યું તથા તેનું કવચ પણ લીધું, ને તેઓએ પોતની મૂર્તિઓને તથા લોકોને તેની વધામણી આપવા માટે ચારે તરફ પલિસ્તિઓના દેશમાં સંદેશિયા મોકલ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેમણે શાઉલનું મસ્તક કાપી નાખ્યું અને તેનું બખ્તર ઉતારી લીધું. પછી એ લઈને પોતાની મૂર્તિઓ અને પોતાના લોકને શુભ સમાચાર પહોંચાડવા આખા પલિસ્તીયામાં સંદેશકો મોકલ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓએ એ મૃતદેહ પરથી સઘળું ઉતારી લીધું અને શાઉલનું માથું તથા તેનું કવચ લઈ લીધા. તેઓએ પોતાની મૂર્તિઓને તથા લોકોને શુભ સમાચાર આપવા માટે ચારે તરફ પલિસ્તીઓના દેશમાં સંદેશવાહક મોકલ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ9 તેઓએ શાઉલનું બખ્તર ઉતારી લીધું અને તેનું માથું કાપી નાખ્યું. પછી સમગ્ર દેશમાં વધામણી આપવા સંદેશાવાહકો મોકલ્યા અને તેઓની મૂર્તિઓ આગળ ઉજવણી કરી. Faic an caibideil |
પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.