Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 10:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેથી યહોવાએ તેને મારી નાખ્યો, ને રાજ્યને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પણ પ્રભુની સલાહ મેળવી નહિ. તેથી પ્રભુએ તેને મારી નાખ્યો અને તેનું રાજ્ય યિશાઈના પુત્ર દાવિદને સોંપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આમ ઈશ્વરે તેને મારી નાખ્યો અને રાજયને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આથી યહોવાએ તેનો વધ કર્યો અને તેનું રાજ્ય યશાઇના પુત્ર દાઉદને સોંપી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 10:14
18 Iomraidhean Croise  

તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલકરાર કર્યાં; અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો.


સૈન્યને માટે સજ્જ થયેલા જે લોકો યહોવાના વચન પ્રમાણે શાઉલનું રાજ્ય દાઉદને આપવા માટે તેની પાસે હેબ્રોન આવ્યા હતા, તેઓના ઉપરીઓની સંખ્યા આ છે:


હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જે તારી અગાઉ હતો તેના ઉપરથી જેમ મેં મારી કૃપા પાછી ખેંચી લીધી, તેમ તેના ઉપરથી હું તે ખેંચી લઈશ નહિ.


બોઆઝથી ઓબેદ થયો, ને ઓબેદથી યિશાઈ થયો;


તેને પોતાની કારકિર્દીના ઓગણચાળીસમા વર્ષમાં પગમાં દરદ થયું; એ દરદ બહૂ ભારે હતું; તોપણ પોતાના દુ:ખમાં તેણે યહોવાની નહિ, પણ વૈદોની સહાય લીધી.


જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહિ.


શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને [એટલે માણસને] સોટી ઉઠાવે તેમ એ છે!”


પરંતુ તે એવો વિચાર કરતો નથી, ને તેના મનની એવી ધારણા નથી; માત્ર વિનાશ કરવો, ને ઘણા દેશોની પ્રજાઓનું નિકંદન કરવું, તે જ તેના મનમાં છે.


અને [ઇઝરાયલી] માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું, ને યહોવાની સલાહ લીધી નહિ.


પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહિ; યહોવાએ પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે, ને યહોવાએ પોતાના લોક પર અધિકારી તરીકે તેની નિમણૂક કરી છે; કેમ કે યહોવાએ તને જે આજ્ઞા આપી તે તેં પાળી નથી.”


શમુએલે તેને કહ્યું, “યહોવાએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો જે પડોશી તારા કરતાં સારો છે તેને તે આપ્યું છે.


અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.”


જેમ યહોવા મારી મારફતે બોલ્યા હતા તેમ તેમણે તને કર્યું છે. યહોવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તે તારા પડોશીને, એટલે દાઉદને આપ્યું છે.


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan