Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 3:9 - પવિત્ર બાઇબલ C.L.

9 “ત્યારે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, તેઓ બીજા કોઈ દેવોને નહિ, પણ માત્ર મને જ પ્રાર્થના કરશે. તેઓ બધા મને આધીન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે તે વખતે હું પ્રજાઓને શુદ્ધ કોઠો આપીશ, જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એકમતે તેમની સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ ત્યારે પછી હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યારબાદ હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ મારું નામ લઇ શકે અને ખભેખભા મિલાવીને મારી સેવા કરે.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 3:9
21 Iomraidhean Croise  

શરૂઆતમાં આખી પૃથ્વીના બધા લોકોની એક જ ભાષા હતી અને બોલીનું ઉચ્ચારણ પણ એકસરખું હતું.


પછી શેથને પુત્ર થયો; તેણે તેનું નામ અનોશ પાડયું. એ સમયથી લોકો યાહવેના નામે પ્રાર્થના કરવા લાગ્યા.


સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યાહવેના નામની સ્તુતિ થાઓ.


પૃથ્વીની સર્વ સીમાના લોકો પ્રભુને સંભારીને તેમની તરફ ફરશે; અન્ય સર્વ દેશોની બધી પ્રજાઓ તેમની આરાધના કરશે.


એ સમયે ઇજિપ્તના પાંચ શહેરોમાં કનાન દેશની ભાષા હિબ્રૂ બોલાશે. ત્યાંના લોકો સર્વસમર્થ પ્રભુને નામે સોગંદ ખાશે. તેમાંનું એક શહેર સૂર્યનગર કહેવાશે.


હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ.


તેણે મારા હોઠને સળગતો અંગારો અડકાડીને કહ્યું, “જો, આ અંગારો તારા હોઠને અડકયો છે, એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.”


હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે.


આ બન્‍નેને એકબીજા સાથે જોડીને એક લાકડી બનાવ એટલે તારા હાથમાં તે એક લાકડી હોય તેવું દેખાય.


પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે.


પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.


ત્યારે તો યાહવે આખી પૃથ્વી પર રાજા હશે; સૌ કોઈ તેમનું ઈશ્વર તરીકે ભજન કરશે અને એ જ નામે તેમને ઓળખશે.


તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.


સારો માણસ પોતાના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ બહાર લાવે છે, પણ દુષ્ટ માણસ પોતાના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ બહાર લાવે છે.


વાતચીતમાં નુક્સાનકારક શબ્દો વાપરો નહિ, પણ માત્ર ઉન્‍નતિકારક અને જરૂર જેટલા જ શબ્દો વાપરો; જેથી સાંભળનારનું ભલું થાય.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


Lean sinn:

Sanasan


Sanasan