Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 3:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુ કહે છે, “મેં આખી ને આખી પ્રજાઓને નાબૂદ કરી નાખીને તેમનાં શહેરોનો મેં નાશ કર્યો છે અને એ શહેરોના કોટ અને બુરજો ખંડિયેર હાલતમાં પડયા છે. એ શહેરો છોડીને લોકો ચાલ્યા ગયા છે. શેરીઓ ખાલી થઈ ગઈ છે અને ત્યાં કોઈ કહેતાં કોઈ રહ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [પ્રભુ કહે છે,] “મેં પ્રજાઓને નાબૂદ કરી છે, તેમના બુરજો ઉજ્જડ થયેલા છે. મેં તેમની શેરીઓ એવી વેરાન કરી નાખી છે કે ત્યાં થઈને કોઈ જતું નથી. તેમનાં નગરોનો એવો નાશ થયો છે કે ત્યાં કોઈ પણ માણસ [જોવામાં આવતું] નથી, તેમાં કોઈ રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “મેં પ્રજાઓનો નાશ કર્યો છે; તેઓના બુરજો નાશ પામ્યા છે. મેં તેઓની શેરીઓનો નાશ કરી દીધો છે કે તેથી ત્યાં થઈને કોઈ જતું નથી. તેઓનાં નગરો નાશ પામ્યાં છે તેથી કોઈ માણસ જોવા મળતું નથી કે ત્યાં કોઈ રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દેવ કહે છે, “મેં પ્રજાઓનો નાશ કર્યો છે. તેઓની દૂરની ઊંચી મજબૂત ઇમારતોનો નાશ કર્યો છે. તેઓની શેરીઓ અને નગરોને વસ્તી વગરના કરી દીધાં છે. ત્યાં કોઇ જરા પણ જતું કે રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 3:6
19 Iomraidhean Croise  

સમસ્ત દુનિયા માટેની એ જ મારી યોજના છે અને પ્રજાઓને શિક્ષા કરવાને મેં મારો હાથ ઉગામેલો છે.”


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


મેં કહ્યું: “હે પ્રભુ, શા માટે આ દેશ ઉજ્જડ થયો છે અને તે રણની જેમ સુકાઈ ગયો છે કે તેમાંથી કોઈ પસાર પણ થતું નથી? એ સમજવાને કોઈ જ્ઞાની છે? કોના મુખે પ્રભુ એ જણાવવા માગે છે?”


અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્‍ન થઈશ નહિ.


હે સમુદ્ર કિનારે વસતા પલિસ્તીઓ, તમારું આવી બન્યું છે. પ્રભુએ તમને સજા ફટકારી દીધી છે. તે તમારો નાશ કરશે, અને તમારામાંથી કોઈ બચી જશે નહિ.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


જુઓ, તમારું ઘર ત્યજી દેવાયેલું અને ઉજ્જડ છે.


આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે.


તેમણે દુષ્ટ બાબતોની ઇચ્છા રાખી અને


દેશમાં બાકી રહી ગયેલી પ્રજાઓ તથા જે પ્રજાઓને મેં જીતી લીધી તેમનો, પૂર્વમાં યર્દનથી માંડીને પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધીનો સમગ્ર પ્રદેશ મેં તમારાં કુળોને વસવાટ માટે ફાળવી આપ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan