Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 યહૂદિયાના બચી જઈને બાકી રહેલા લોક એ ભૂમિનો કબજો લેશે, તેઓ ત્યાં તેમનાં ઘેટાં ચારશે, અને રાત્રે આશ્કલોનનાં ખાલી પડેલાં ઘરોમાં સૂઈ રહેશે; પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે રહેશે. અને તેમને ફરીથી સ્વતંત્ર અને સમૃદ્ધ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 [સમુદ્ર] કાંઠે યહૂદાના વંશજોના બચેલાઓને માટે થશે. તેઓ તેમાં [પોતાનાં ઘેટાંબકરાં] ચારશે; તેઓ સાંઝે આશ્કલોનના ઘરોમાં સૂઈ રહેશે; કેમ કે તેમના ઈશ્વર યહોવા તેમની ખબર રાખીને તેમની ગુલામગીરી ફેરવી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કિનારાના પ્રદેશ પર યહૂદિયાના બાકીના લોકોનો કબજો થશે. અને તેઓ ત્યાં ઘેટાંબકરાં ચરાવશે. તેઓના લોકો સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઈ જશે, કેમ કે યહોવાહ તેઓના ઈશ્વર તેઓની સંભાળ લેશે અને તેઓનું ભાવિ ફેરવી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કાંઠાનો પ્રદેશ યહૂદાના રહ્યાંસહ્યાં લોકોના હાથમાં જશે. તે લોકો ત્યાં ઘેટાઁબકરાઁ ચરાવશે અને સાંજે આશ્કલોનના ઘરોમાં સૂઇ જશે, કારણ, તેમના દેવ યહોવા ફરીથી તેમનું ભાગ્ય ફેરવી નાખનાર છે.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 2:7
42 Iomraidhean Croise  

યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”


હે સેનાધિપતિ ઈશ્વર, કૃપા કરી પાછા આવો, આકાશમાંથી દષ્ટિ કરો, અને એ દ્રાક્ષવેલાની સંભાળ લો.


હે પ્રભુ, તમે તમારા દેશ પર પ્રસન્‍ન થયા હતા; તમે યાકોબના વંશજોને પુન: આબાદ બનાવ્યા હતા.


ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું.


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


તેઓ સાથે મળીને પશ્ર્વિમ તરફ પલિસ્તીઓ પર આક્રમણ કરશે, તેમજ પૂર્વની પ્રજાઓને પણ લૂંટશે. તેઓ અદોમ અને મોઆબ પર વિજય મેળવશે અને આમ્મોનીઓ તેમને આધીન થશે.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો ધોરીમાર્ગ ઇઝરાયલ પ્રજાના આશ્શૂરમાં બાકી રહેલા લોકો માટે પણ થશે.


પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે.


કારણ, રાજમહેલ સૂમસામ બની જશે અને ધમધમતું પાટનગર નિર્જન બની જશે. સંરક્ષણ માટેનો કિલ્લો અને ચોકીનો બુરજ કાયમનાં ખંડિયેર બની જશે. ત્યાં જંગલી ગધેડાં આનંદથી ફરશે અને ઘેટાંબકરાં ચરશે.


જે દેશોમાં મેં મારા લોકને હાંકી કાઢયા હતા ત્યાંથી બાકી રહેલાઓને હું વતનમાં પાછા લાવીશ; અને ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, બેબિલોનનાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી જ હું તમારી ખબર લઈશ અને તમને આ સ્થળે પાછા લાવવાનું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ.


હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્‍ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે.


કારણ કે હું પ્રભુ પોતે કહું છું કે એવો સમય આવશે કે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના મારા લોકની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેમના પૂર્વજોને મેં જે દેશ આપ્યો હતો ત્યાં હું તેમને પાછા લાવીને ફરીથી વસાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


પ્રભુ આ પ્રમાણે કહે છે, “યાકોબના વંશજોને લીધે આનંદથી જયજયકાર કરો, અને પ્રજાઓમાં એ સર્વશ્રેષ્ઠ લોકો માટે હર્ષના પોકાર કરો. સ્તુતિનાં ગીતો ગાઓ અને કહો, પ્રભુએ પોતાના લોકોનો ઉદ્ધાર કર્યો છે. અને બાકી રહેલાઓને બચાવી લીધા છે.


બિન્યામીન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં, યહૂદિયાનાં નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાના ખીણપ્રદેશનાં નગરોમાં, અને યહૂદિયાની દક્ષિણના નેગેબપ્રદેશનાં નગરોમાં લોકો ખેતરો ખરીદશે, તેની કિંમત ચૂકવશે, તે માટે વેચાણખત કરી સહીંસિક્કા કરશે અને સાક્ષીઓ હાજર રાખશે. કારણ, હું મારા લોકોને વતનમાં પાછા વસાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “આ દેશ વેરાન અને માણસ કે પ્રાણીની વસ્તી વગરનો લાગે છે પણ ફરીથી તેનાં નગરોમાં ઘેટાંપાલકો માટે ચરાણનાં મેદાનો હશે.


યહૂદિયા અને યરુશાલેમને હું સમૃદ્ધ કરીશ અને તેમને પહેલાંના જેવાં ફરી બાંધીશ.


ગાઝા પ્રદેશના લોકોએ શોકમાં માથાં મુંડાવ્યાં છે. આશ્કલોન નગરના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તેના ખીણપ્રદેશમાં બચી રહેલા લોકો, તમે ક્યાં સુધી પોતાને શોકમાં ઘાયલ કરશો?


પણ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હવે હું યાકોબના વંશજો એટલે કે ઇઝરાયલના લોકો પ્રત્યે દયા દર્શાવીશ અને તેમની દુર્દશા પલટી નાખીને તેમને પુન: આબાદ બનાવીશ. હું મારા પવિત્ર નામનું સન્માન જાળવીશ.


અને હે યહૂદિયાના લોકો, તમારા કાર્ય માટે તમારી સજાનો દિવસ મેં નક્કી કર્યો છે.


“દક્ષિણ યહૂદિયાના લોકો અદોમનો કબજો લેશે; પશ્ર્વિમના પહાડી પ્રદેશના લોકો પલિસ્તિયા કબજે કરશે. ઇઝરાયલીઓ એફ્રાઈમ અને સમરૂનના પ્રદેશ કબજે કરશે; બિન્યામીનના લોકો ગિલ્યાદને કબજે કરશે.


“પરંતુ હે યાકોબના વંશજો, હું તમને જરૂર એકઠા કરીશ. હું ઇઝરાયલના બચી ગયેલા સૌને એકત્ર કરીશ. વાડામાં પાછાં ફરતાં ઘેટાંની જેમ હું તમને પાછા લાવીશ. ઘેટાંથી ભરાઈ ગયેલા વાડાની જેમ તમારો દેશ ફરી એકવાર લોકોથી ભરપૂર થશે.”


હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે.


તેઓ અપંગ થઈ ગયા છે અને ઘરથી બહુ દૂર છે, પણ હું તેમની સાથે નવેસરથી શરૂઆત કરીશ અને તેઓ એક મહાન પ્રજા બનશે. પછી સિયોન પર્વત પરથી હું તેમના પર સદાસર્વદા રાજ કરીશ.”


હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ છું, મારા જીવના સમ, સદોમ અને ગમોરાની જેમ જ મોઆબ અને આમ્મોનનો નાશ થશે. એના પ્રદેશો મીઠાના અગરની અને ઝાંખરાવાળી ઉજ્જડ જગ્યા બની રહેશે. મારા બચી ગયેલા લોકો તેમને લૂંટી લેશે અને તેમનો પ્રદેશ પચાવી પાડશે.”


ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.”


એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા.


પ્રભુએ હાગ્ગાયને યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને તેમજ સર્વ લોકોને આમ કહેવા જણાવ્યું:


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! કારણ, તેમણે પોતાના લોકોની મદદે આવીને તેમનો ઉદ્ધાર કર્યો છે.


બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “આપણી વચ્ચે એક મોટા સંદેશવાહક ઊભા થયા છે, અને ઈશ્વરે પોતાની પ્રજા પર કૃપાદૃષ્ટિ કરી છે.”


પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.)


ફિલિપે જાણ્યું કે તેને આશ્દોદમાં લાવવામાં આવ્યો છે. તે કાઈસારિયા આવ્યો ત્યાં સુધી તે બધાં નગરોમાં શુભસંદેશનો પ્રચાર કરતો ગયો.


એ જ રીતે અત્યારના સમયમાં પણ કેટલાક કૃપાથી પસંદ કરેલાઓને સાચવી રાખવામાં આવ્યા છે.


નાઓમીને મોઆબ દેશમાં જ ખબર પડી કે પ્રભુએ પોતાના લોક પર રહેમનજર કરીને મબલક પાક આપ્યો છે. તેથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને પોતાના વતનમાં પાછી જવા તૈયાર થઈ.


Lean sinn:

Sanasan


Sanasan