Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 2:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તે પોતાની શક્તિથી આશ્શૂરનો પણ નાશ કરશે. તે નિનવે નગરને ઉજ્જડ, ખંડિયેર અને નિર્જળ અરણ્ય બનાવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે પોતાનો હાથ ઉત્તરના પ્રદેશની વિરુદ્ધ લંબાવીને આશૂરનો નાશ કરશે; અને નિનવેને વેરાન તથા રણના જેવું ઉજ્જડ કરી મૂકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશ્શૂરનો નાશ કરશે, જેથી નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે ઉત્તરમાં પોતાનો બાહુ લંબાવી આશ્શૂરનો નાશ કરશે. નિનવેહને ઉજ્જડ અને રણ જેવું સૂકુંભઠ્ઠ બનાવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 2:13
19 Iomraidhean Croise  

પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.”


એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે.


પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે.


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


સમસ્ત દુનિયા માટેની એ જ મારી યોજના છે અને પ્રજાઓને શિક્ષા કરવાને મેં મારો હાથ ઉગામેલો છે.”


તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ નીનવે પાછો જતો રહ્યો.


હાસોરનો પ્રદેશ સદાકાળ શિયાળવાંનું રહેઠાણ અને ઉજ્જડ સ્થાન બનશે, ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ નાખશે નહિ.”


“ઊઠ, મોટા શહેર નિનવે જા અને તેની વિરુદ્ધ પોકાર, કારણ, તેના લોકોની દુષ્ટતા હું જાણું છું.”


“ઊઠ, મહાનગરી નિનવેમાં જઈને મેં તને આપેલા સંદેશનો પોકાર કર.”


તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ આપણને તેમના હાથમાંથી છોડાવશે.


આ નિનવે વિષેનો સંદેશો છે. એમાં એલ્કોશ નગરના નાહૂમને થયેલ સંદર્શનનું વર્ણન છે.


તું ગમે તે કરે છતાં કાં તો તું બાળી નંખાશે અથવા બડાઈમાં માર્યું જશે. તીડો જેમ પાકને ખાઈ જાય છે તેમ તને ખતમ કરી નાખવામાં આવશે. તું ય તીડોની માફક વધ્યો છે.


તને જોઈને સૌ પાછાં હઠી જશે અને સ્તબ્ધ થઈ જઈ કહેશે, ‘નિનવે ખંડિયેર બની ગયું. તેના પ્રત્યે કોણ સહાનુભૂતિ દાખવશે અથવા તેને કોણ દિલાસો આપશે?”


“હું યરુશાલેમ તથા આખા યહૂદિયાને શિક્ષા કરીશ. હું ત્યાંની બઆલની પૂજાનું નામનિશાન ભૂંસી નાખીશ અને તેની સેવા કરનારા વિધર્મી યજ્ઞકારોનું કોઈ સ્મરણ પણ નહિ કરે.


Lean sinn:

Sanasan


Sanasan